ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં થયેલા યુવતીઓ સાથેના દુર્વ્યવહાર મુદ્દે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા - ભુજ ન્યુઝ

સહજાનંદ કોલેજનો મામલો હવે ક્યાંક રાજકીય રંગ પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે શિક્ષણ અને ગૃહ ખાતું બન્નેને કડક શબ્દોમાં તપાસ કરવાના આદેશ આવ્યા છે, ત્યારે કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે મુખ્યપ્રધાને જાતે જ તપાસ કરવી જોઈએ.

ભુજમાં થયેલા યુવતીઓ સાથેના દુર્વ્યવહાર મુદ્દે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા
ભુજમાં થયેલા યુવતીઓ સાથેના દુર્વ્યવહાર મુદ્દે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા

By

Published : Feb 15, 2020, 7:14 PM IST

અમદાવાદ : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર અને રૂપાણીને આડે હાથ લેતા જણાવ્યું કે તપાસના નામે સરકાર માત્ર ઢોંગ કરી રહી છે. શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગને તપાસ આપ્યા વગર રાજ્યના જવાબદાર મુખ્યપ્રધાન તરીકે તેમને જાતે જ તપાસ કરવી જોઈએ. જેની જગ્યાએ તેમને બે વિભાગને તપાસ સોંપી તે યોગ્ય નથી.

ભુજમાં થયેલા યુવતીઓ સાથેના દુર્વ્યવહાર મુદ્દે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા
સરકારની કથની અને કરનીમાં ઘણો અંતર હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. સરકાર એક તરફ બેટી બચાવો અને બેટી બઢાવોના સૂત્રોચ્ચાર કરી રહી છે, ત્યારે ગુજરાતમાં દીકરી યુવતીઓ કેટલી સુરક્ષિત છે. તેને લઈ સરકારે સમીક્ષા કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details