અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Elections) નજીક આવી રહી છે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એક પછી એક ઉમેદવારો નું લિસ્ટ બહાર પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આજે જ ભાજપ દ્વારા પણ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ બહાર પડી શકે તેવી તમામ સંભવિત શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે અત્યારે ભાજપની ગત વર્ષની સરકાર એટલે કે વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ચૂંટણીઓ નહીં લડે એવા સતાવાર સમાચાર સામે આવ્યા (senior BJP leaders not contesting elections) છે, ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસે પોતાનું રિએક્શન આપ્યું છે.
BJPના મોટા નેતાઓ ચૂંટણી નહીં લડે તેની સામે કોંગ્રેસની પ્રતિક્રિયા - senior BJP leaders not contesting elections
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ(Gujarat Assembly Elections) નજીક આવી રહી છે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એક પછી એક ઉમેદવારો નું લિસ્ટ બહાર પાડવામાં આવી રહ્યું છે ત્યારે આજે જ ભાજપ દ્વારા પણ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ બહાર પડી શકે તેવી તમામ સંભવિત શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે અત્યારે ભાજપની ગત વર્ષની સરકાર એટલે કે વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ચૂંટણીઓ નહીં લડે એવા સતાવાર સમાચાર સામે આવ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસે પોતાનું રિએક્શન આપ્યું છે.
ભાજપ સરકારના સુપડા સાફ: વિજય રૂપાણી અને નીતિન પટેલના ચૂંટણી નહીં લડવાના સમાચારને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું (Congress National Spokesperson Alok Sharma) છે કે, જે રીતે ભાજપમાંથી સતત સમાચાર મળી રહ્યા છે .એ પ્રમાણે તમામ પૂર્વ પ્રધાનો, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી જે રીતે ચૂંટણી લડવાથી ભાગી રહ્યા છે એનાથી સીર થઈ રહ્યું છે કે ભાજપે પાછલા પાંચ થી છ વર્ષોમાં કોઈ જ કામ કર્યું નથી અને ભ્રષ્ટાચારનું જે મોડલ હતું એ પૂરી રીતે બધા લોકો સામે આવી રહ્યું છે. મોરબી અને કોરોનાની ઘટના પછી ભાજપ સરકારના સુપડા સાફ થવાનું નક્કી છે. ભાજપ કોઈની પણ ટિકિટ નથી કાપી રહી પરંતુ તેમના જ નેતાઓ આ બધાથી ભાગી રહ્યા છે. કારણ કે તેમનું એક એન્જિન સંપૂર્ણ રીતે ફેલ રહ્યું છે.
ચૂંટણીમાં આ વખતે ત્રિપાખ્યો જંગ જોવા મળશે: મહત્વનું છે કે ભાજપ આજે પોતાના ઉમેદવારોની પ્રથમ લીસ્ટ જાહેર કરી શકે છે ત્યારે પૂર્વ સરકારમાંથી ઘણા બધા કેબિનેટ પ્રધાનો ચૂંટણી નહીં લડે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાખ્યો જંગ જોવા મળશે ત્યારે આ વખતની ચૂંટણી ખરેખર રસપ્રદ બની રહેશે.