Congress Protest: આધાર-પાનનું લોજિક વગરનું લિંકિંગ લાખો રૂપિયા ખંખેરવાની પ્રયોગ અમદાવાદ:પાનકાર્ડને આધારકાર્ડ લિંક કરવુ ફરજીયાત કરવામાં આવ્યું છે. જેને લિંક કરવાની તારીખ 31 માર્ચ 2023 છે. જે બાદ તમારે લિંક કરવું હશે તો 1000 રુપિયા ભરવા પડશે. આ તમામ બાબતને લઇને કોંગ્રેસએ વિરોધ કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે, દેશમાં હજુ પણ 13 કરોડ જેટલા લોકો પાનકાર્ડ સાથે લિંક કરવા માંગે છે. ઇન્કટેક્ષની વેબસાઈડ યોગ્ય રીતે કામ કરતી નથી.સાથે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરાવવાનો નુસકોએ એક ધન કમાવાનો માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ તમામ બાબત બોલીને કોંગ્રેસએ આકરા પ્રહાર કર્યા હતા.
આક્ષેપો કરવામાં આવ્યા:આજે સમગ્ર દેશમાં અને રાજ્યમાં પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે ભારે મુશ્કેલી જોવા મળી રહે છે. જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ગામડાનો ખેડૂત અને શહેરનું મધ્યમ વર્ગીય પરિવાર પણ આ જ આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરાવવા 1000 રૂપિયા આપવા પણ તૈયાર છે, પરંતુ ઇન્કમટેક્સની વેબસાઈટ પણ યોગ્ય રીતે કામ કરતી નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરાવવાનો નુસકોએ એક ધન કમાવાનો માટેનો પ્રયત્ન છે--કોંગ્રેસ પ્રવક્તા હેમંગ રાવલ
આ પણ વાંચો Ahmedabad Crime : વેપારી પાસે કરોડોનો માલ ખરીદી દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપનાર ઝડપાયા
રસીયો રૂપાળો બિલ ભરતો નથી:વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં GEBનું બિલના ભરે તો રસીયો રૂપાળો બિલ ભરતો નથી. આવા અધિકારી પાસે ગીત ગવડાવે છે. પરંતુ સરકાર પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરવા વાત લોકો સુધી પહોંચાડવા નિષ્ફળ રહી છે. 2017માં આ અમલમાં મૂકવામાં આવ્યો હોય તો અત્યાર સુધી લોકો સુધી આ સમાચાર પહોંચ્યા કેમ નથી તે સૌથી મોટો સવાલ છે. G20ની જાહેરાત માટે મોટા-મોટા હોલ્ડિંગ્સ લગાવવામાં આવે છે. પરંતુ જો આ હોર્ડિંગ્સની અંદર એક નાનકડા આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરાવવાની પણ જાહેરાત આપવામાં આવી હોત તો પણ લોકોને આ સમાચાર આપી શકતા હતા.
આ પણ વાંચો Ahmedabad Civil Hospital: સિક્યુરિટી ગાર્ડનો દાદાગીરી કરતો વાયરલ વીડિયો અંગે સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશીએ આપ્યું નિવેદન
પૈસા કમાવાની ઈચ્છા:વધુમાં જણાવ્યું હતું કે હાલમાં નવુ બેન્ક એકાઉન્ટ, નવું વાહન ખરીદવામાં આવે ત્યારે પાનકાર્ડ અને આધાર કાર્ડ અવશ્ય માંગવામાં આવે છે. તો તેને પણ સરકાર જાતે જ લિંક કરી શકે છે. પરંતુ સરકારને અહીંયા પૈસા કમાવાની ઈચ્છા રાખી રહ્યા હોય તેવું સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સરકારની વિવિધ ઓફિસોની અંદર પણ પાનકાર્ડ લિંક કરવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી પણ કોંગ્રેસ પક્ષ તરફથી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત એ પણ માંગ કરવામાં આવી હતી કે 31 માર્ચ 2023ના રોજ જે મુદત પૂર્ણ થઈ રહી છે. તે મુદતને આગામી એક વર્ષ સુધી લંબાવવામાં આવે તેવી પણ માંગ કરી છે.