ગુજરાત

gujarat

By

Published : Nov 7, 2019, 9:02 PM IST

ETV Bharat / state

સરકારની નિષ્ફળતા પર કોંગ્રેસ 6 દિવસ તાલુકા અને જિલ્લા સ્તરે કાર્યક્રમો કરશે

અમદાવાદઃ ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને પૂરતા પ્રીમિયમના અભાવ સહિતના મુદ્દે વિરોધ નોંધાવવા કોંગ્રેસ 7, 8 અને 9મી નવેમ્બરે તાલુકા સ્તરે કાર્યક્રમો યોજી રેલીના સ્વરૂપે વિવિધ જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર આપશે. જ્યારે 11થી 13 નવેમ્બર વચ્ચે જિલ્લા સ્તરે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

સરકારની નિષ્ફળતા પર કોંગ્રેસ 6 દિવસ તાલુકા અને જિલ્લા સ્તરે કાર્યક્રમો કરશે

ગુજરાતમાં કમોસમી વરસાદ અને લીલા દુષ્કાળને લીધે ખેડૂતોના પાકને થયેલા નુકસાનમાં ખેડૂતોને મળેલા અપૂરતા વળતરના વિરોધમાં કોંગ્રેસ વિરોધ કરશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતો દ્વારા પૂરતા પ્રીમિયમ ચૂકવવામાં આવે છે, તેમ છતાં વીમા કંપનીઓ ખેડૂતોને પૂરતું વળતર ચૂકવતી નથી.

સરકારની નિષ્ફળતા પર કોંગ્રેસ 6 દિવસ તાલુકા અને જિલ્લા સ્તરે કાર્યક્રમો કરશે
આ મુદ્દે વાતચીત કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં વીમા કંપનીઓ ખેડૂતોને માત્ર ૫૦ ટકા જેટલો જ વળતર ચૂકવે છે. મોદી સરકારના છ વર્ષના શાસનમાં બેરોજગારી, જીડીપી, શિક્ષણનું સ્તર ઘટયું છે. વિશ્વમાં બેરોજગારી સ્તર 5 ટકા જેટલું છે, જ્યારે ભારતમાં 8 ટકા જેટલું છે. 6 વર્ષમાં 9 લાખ લોકોએ નોકરી ગુમાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. NSSOના આંકડા દર્શાવે છે કે વર્તમાન સમયમાં પાછલા 45 વર્ષ કરતા સૌથી વધુ બેરોજગારી પ્રવર્તી રહી છે.

રાજ્યની પેટાચૂંટણીમાં કોંગ્રેસને મળેલી ત્રણ બેઠક બાદ ભાજપ પર આકરા પ્રહાર કરતા સાથે કહ્યું કે લોકસભા બાદ ત્રણ મહિનામાં આવું તો શું થઈ ગયું કે ભાજપે તેના ગઢમાં ત્રણ બેઠકો ગુમાવી છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ સ્થિતિમાં સુધાર આવ્યો હોવાની કોંગ્રેસે સ્પષ્ટતા કરી હતી. રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ જણાવ્યું હતું કે નબળા અર્થતંત્રને લીધે ભાજપે વાઇટ પેપર ઈશ્યુ કરવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details