રાજ્યમાં ભાજપના ધારાસભ્યો તેમજ કાઉન્સિલરોને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાને જાહેરમાં આવીને પ્રજા સમક્ષ માફી માંગવી જોઈએ. ભાજપના ધારાસભ્ય બલરામ થવાની, મુખ્યપ્રધાનના મતક્ષેત્ર રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી તેમજ અમદાવાદમાં કાઉન્સિલર દ્વારા મહિલાને માર મારવા અંગે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકારને આડે હાથે લીધી હતી.
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહાર - Politics
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ભાજપના નેતાઓ દ્વારા અવારનવાર હાથચાલાકી અને મારામારીની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ત્ચારે બહુ લાંબા સમય બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ખુલીને બહાર આવ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહાર..
વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતના પાકવીમાને લઈને સરકાર સંવેદનાહીન છે. મુખ્યમંત્રીના ગૃહક્ષેત્રમાં છેલ્લા 3 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે ત્યારે સરકાર ખેડૂતોના પ્રશ્ને સંવેદનહીન બની ગઈ છે.