ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ પોલીસે ભાજપના એજન્ટની જેમ કામ કર્યુઃ અમિત ચાવડા - ગુજરાતના CM ના પત્ની અંજલિબેન

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનું મતદાન પૂરું થયું છે. ત્યારે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

congress
અમદાવાદ પોલીસે ભાજપના એજન્ટની જેમ કામ કર્યુ - અમિત ચાવડા

By

Published : Nov 4, 2020, 11:12 AM IST

  • ચૂંટણીપંચે તટસ્થ રીતે કામગીરી બજાવી નથી - કોંગ્રેસ
  • લીંબડીમાં મોટાપાયા પર બોગસ વોટિંગ
  • કોંગ્રેસે લગાવ્યો બોગસ વોટિંગનો આરોપ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનું મતદાન પૂરું થયું છે. ત્યારે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપે મતદારોને ડરાવવાનો પ્રયત્ન કર્યો તો પોલીસ તો જાણે ભાજપની એજન્ટ હોય તે જ રીતે વર્તી હતી. તેઓએ અમારી કોઈપણ પ્રકારની ફરિયાદ જ કાને ન ધરી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, કોંગ્રેસે હાલ 8 બેઠકો પર જીતનો દાવો મજબૂત રીતે વ્યક્ત કર્યો છે. ભારે પ્રયત્ન પછી ફરિયાદ ધ્યાનમાં લીધી તો તેની સરખી રીતે તપાસ પણ ન કરી. આ સિવાય તેમણે કહ્યું હતું કે, ચૂંટણીપંચે તટસ્થ રીતે કામગીરી બજાવવાની જરૂર છે. ચૂંટણીપંચે તટસ્થ રીતે કામગીરી બજાવી હોત તો આ ચૂંટણીમાં હજી પણ ઘણો ફેર પડી શક્યો હોત.

લીંબડીમાં મોટાપાયા પર બોગસ વોટિંગ

મોરબીમાં મોટાપાયા પર ગેરરીતિ આચરવામાં આવી છે. તેની સાથે જોવા મળેલા કેટલાક વીડિયો અંગે કહ્યું હતું કે, કમનસીબે આવા અમુક જ વીડિયો સામે આવ્યા છે. જ્યારે વાસ્તવમાં મતદારોને છેલ્લી ઘડીએ લાલચ આપવી, લોભાવવા વગેરે બધુ મોટાપાયા પર થયું છે. પણ આ બધાની વિગતો મળી શકે તેમ નથી. લીંબડીમાં મોટાપાયા પર બોગસ વોટિંગ કરાયુ છે. આ મતદાનની જે ઊંચી ટકાવારી દેખાય છે તે વાસ્તવમાં ઘણા અંશે બોગસ વોટિંગને આભારી છે. આ સિવાય મતદાન સમયે ભાજપની પત્રિકાઓ વહેંચવામાં આવી હતી, જે વાસ્તવમાં ચૂંટણીના નિયમોનો સરેઆમ ભંગ છે.

અમદાવાદ પોલીસે ભાજપના એજન્ટની જેમ કામ કર્યુ - અમિત ચાવડા
શું કોઈ ગુના સામે ફરિયાદ નોંધાવવી મોટો ગુનો છે - કોંગ્રેસ

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાની ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે. તેમની ભૂલ એટલી જ કે, તેમણે ભાજપ દ્વારા કરાતી રૂપિયાની વહેંચણી સામે ફરિયાદ કરવાની તૈયારી બતાવી. શું કોઈ ગુના સામે ફરિયાદ નોંધાવવી મોટો ગુનો છે. એક ધારાસભ્યની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું. આમ ભાજપે બધા નિયમોને કોરાણે મૂકી દીધા છે. તેમણે આ ચૂંટણી ગમે તે પ્રકારે જીતવાનું મન બનાવી લીધું છે.

કોંગ્રેસના ચુંટણી બુથ એજન્ટને વારંવાર પોલીસ સ્ટેશન તરફથી બોલાવવામાં આવ્યા
પોલીસે ભાજપના એજન્ટની જેમ કામ કર્યુ- કોંગ્રેસનો આક્ષેપ

ભાજપે મતદારોને ડરાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસે ભાજપના એજન્ટની જેમ કામ કર્યુ. ચૂંટણીપંચ તટસ્થ રીતે કામગીરી કરે. મોરબીમાં ગેરરીતિ આચરવામાં આવી. લીંબડીમાં બોગસ વોટિંગ કરવામાં આવ્યુ. મતદાન સમયે ભાજપની પત્રિકાઓ વહેંચવામાં આવી, કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાને ખોટી રીતે અટકાયતમાં લેવામાં આવ્યા. આમ સ્વતંત્ર અને યોગ્ય રીતે ચૂંટણીનું આયોજન તો જાણે ભૂતકાળની બાબત બની ગઈ હોય તેવી વાત છે.

દિનુમામાએ ગામના સરપંચને કોર્ટ કેસોમાં નિર્દોષ છોડાવવાની લેખિતમાં બાહેંધરી આપી

ધારાસભ્યો પછી હવે મતદારોને પૈસા આપી ખરીદે છે ભાજપ - કોંગ્રેસ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી અંગે ભાજપના કાર્યકરો દ્વારા મતદાતાઓને આપવામાં આવતા નાણાંનો વીડિયો જાહેર થયા પછી જણાવ્યું હતું કે, ભાજપ પહેલા નાણાં આપીને વિધાનસભ્યો ખરીદતું હતું, હવે તે પ્રજાને પણ ચૂંટણી સમયે રૂપિયા આપી ખરીદે છે. આમ ભાજપ હવે મતદાન વખતે લોકોના પણ મોલ લગાવી રહ્યું છે. આ દર્શાવે છે કે ભાજપ હતાશ થઈ ગયું છે.

દિનુમામાએ ગામના સરપંચને કોર્ટ કેસોમાં નિર્દોષ છોડાવવાની લેખિતમાં બાહેંધરી આપી
કરજણમાં ચાલુ મતદાનમાં બુથ એજન્ટોને પોલીસ સ્ટેશનોએ બોલાવ્યા

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી સામે બે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં કરજણ મત વિસ્તારના સાધલીમાં કોંગ્રેસના બુથ એજન્ટોને પોલીસે બોલાવી વારંવાર હેરાનગતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. બીજી તરફ CM વિજય રૂપાણીના પત્ની અંજલિબેન મતદાનના સમયે પ્રચાર કરતા હોવાનો આક્ષેપ પણ મુકવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઇ પટેલે જણાવ્યું હતું કે, કરજણ વિધાનસભામાં શિનોર તાલુકાના સાધલી ગામમાં બુથ નં. 198 અને 198/1 માં કોંગ્રેસના ચુંટણી બુથ એજન્ટને વારંવાર પોલીસ સ્ટેશન તરફથી બોલાવવામાં આવ્યા છે. જેથી તેમને બુથ છોડવું પડ્યું હતું. પોલીસ તરફથી સતત તેમની ઉપર દબાણ અને ધમકીઓ આપવામાં આવી છે. આ અંગે પ્રિસાઇડીંગ ઓફીસરને પણ ફરિયાદ કરવામાં આવતાં કાર્યવાહી થયેલ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા રાજય ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ

આ કેસમાં આઇ.જી. હરિક્રિષ્ન પટેલ તરફથી કોંગ્રેસના બુથ એજન્ટોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે. માટે જે તે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને ચુંટણીના મતદાનની પ્રક્રિયા પુરી ના થાય ત્યાં સુધી કોંગ્રેસના બુથ એજન્ટોને પોલીસ સ્ટેશને બોલાવે નહી તેવો સ્પષ્ટ હુક્મ કરવા રજૂઆત કરી હતી. આવી જ રીતે કોંગ્રેસે મોરબી વિધાનસભા મત વિસ્તારમાં ગુજરાતના CM ના પત્ની અંજલિબેન ભાજપના કાર્યકર્તાઓ સાથે પ્રચાર/ પ્રસાર કરી રહ્યા છે. મતદાનની પ્રક્રિયા ચાલુ છે, તે દરમિયાન ભારતીય ચૂંટણી પંચના નિયમો અનુસાર મતવિસ્તારના બહારના વ્યક્તિઓ જે તે મતવિસ્તારના મતદાતા ન હોય તો તે વિસ્તારમાં રોકાઇ શકે નહીં. તેમજ પ્રચાર પણ કરી શકે નહીં તેવી સ્પષ્ટ જોગવાઇ છે. તેમ છતાં CM ના પત્ની હોવાના નામે અંજલિબેન રૂપાણી ભાજપના કાર્યકર્તાઓ સાથે મોરબી વિધાનસભાના મોરબી સીટી વિસ્તારની અંદર પ્રચાર કરી રહ્યાં હતા અને મતદારોને ભાજપ તરફી મતદાન કરવાનું કહી રહ્યાં હતા, જે આચારસંહિતાની વિરુધ્ધ છે. કોંગ્રેસે મુખ્યપ્રધાનના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી તથા તેમની સાથે રહેલા કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવા તથા મોરબી વિધાનસભા મત વિસ્તારમાંથી બહાર મોકલવાનો આદેશ કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ગઢડામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

ગુજરાતમાં 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. આ દરમિયાન ગઢડામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી થઇ હતી. કોંગ્રેસે ભાજપે બોગસ વોટિંગ કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. બન્ને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પછી મારામારી થઇ હતી. જે બાદ પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. ગઢડાના નૂતન વિદ્યાલય બૂથ પર ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ હતી. અબડાસાના નખત્રાણાના મોટી વેંઢારમાં પણ બન્ને પક્ષના કાર્યકર્તાઓ એક બીજા સાથે ઝઘડ્યા હતા. કોંગ્રેસના ચૂંટણી એજન્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ભાજપ મતદારોને ધમકાવીને તેમની તરફેણમાં મતદાન કરવા દબાણ કરી રહ્યુ છે.

કોર્ટ કેસોમાં નિર્દોષ છોડાવવાની MLAએ ખાત્રી આપી

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની મંગળવારના રોજ પેટાચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની તરફેણ કરવા માટે ભાજપના ધારાસભ્ય દિનેશ પટેલે ગામના સરપંચને તેમની સામેના કોર્ટ કેસોમાં નિર્દોષ છોડાવવાની લેખિતમાં ખાત્રી આપી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ અંગે કોંગ્રેસે ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથને પત્ર લખીને કોર્ટના કાર્યક્ષેત્રમાં દખલ થયેલ હોવાથી આ અંગે સુઓમોટો કાર્યવાહી કરવા દાદ માંગી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઇ પટેલે ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પાદરાના ભાજપના ધારાસભ્ય દિનેશ બી. પટેલ ઉર્ફે દિનુમામાએ માજી સરપંચને 2/11/2020ના રોજ લેખિતમાં ખાત્રી આપી છે કે, સાંસદના સરપંચ ગનીભાઇ લાખાની ઉપર જેટલાં કેસો છે. તેમાં કોર્ટ ચાલુ થશે ત્યારે સમાધાન કરાવી આપીશ અને તમામને નિર્દોષ છોડાવવા માટેની જવાબદારી તેમણે લીધી છે.

તેથી વિશેષ ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની તરફેણ કરવા માટે ધારાસભ્યે ખાત્રી આપી છે. આમ પ્રજા દ્રારા ચૂંટાયેલા જાહેર પ્રતિનિધિ દ્રારા આવી ખાત્રી આપવી તેવું કાર્યક્ષેત્ર તંત્રમાં હસ્તક્ષેપ કરનારું તથા ન્યાયતંત્રના હક્ક/ અધિકારમાં તરાપ મારનાર તથા ન્યાયતંત્ર પોતાને હસ્તક છે તેમ જાહેરમાં બતાવી મતદારોને ભ્રમિત કરવાનું જે ગુનાહીત કુત્ય કર્યું છે, તે માટે હાઇકોર્ટે આ બાબતમાં તાત્કાલિક કોગ્નીઝન્સ લઇ યોગ્ય કાર્યવાહી કરી સમાજમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફરીવાર આવું ગુનાહીત કુત્યુ ના કરે અને મતદારોને પ્રલોભન ના કરે તેનો દાખલો બેસાડવા માટે કાર્યવાહી કરવા વિનતી છે. ચૂંટણી વખતે રાજકીય પક્ષો તરફથી ઢંઢેરો જાહેર કરવામાં આવતો હોય છે. તેમાં પ્રજાને અનેક વિધ લાભો આપવાની લાલચ તેમજ પ્રલોભનો આપતાં હોય છે. પરંતુ કોંગ્રેસે કરેલા આક્ષેપ મુજબ પાદરાના ધારાસભ્ય દિનેશ પટેલ દિનુમામાએ ગામના સરપંચને કોર્ટ કેસોમાં નિર્દોષ છોડાવવાની લેખિતમાં બાહેંધરી આપી હોવાનો પત્ર જાહેર કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યાં સુધી કે રાજકીય લોકોમાં હડકંપ મચી ગયો છે.

મતદાનની વાત કરીએ તો ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણી

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીમાં મતદાન પૂરું થયુ છે. આ 8 બેઠકોમાં ડાંગમાં 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી કરતાં વધારે મતદાન થયું હતું. 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ડાંગમાં 73.2 ટકા મતદાન થયુ હતુ. જ્યારે આ વખતની ડાંગની પેટાચૂંટણીમાં 74.71 ટકા મતદાન થયું છે. જ્યારે કપરાડામાં આ વખતે 67.34 ટકા મતદાન થયુ હતુ. જેની સામે ગયા વખતે સૌથી વધારે 83.4 ટકા મતદાન થયુ હતુ. 2017ની ચૂંટણીમાં કરજણમાં 76.4 ટકા મતદાન થયુ હતુ. જ્યારે આ વખતની પેટા ચૂંટણીમાં કરજણમાં 65.94 ટકા મતદાન થયું છે. આમ છતાં પણ વિધાનસભા ચૂંટણીના માહોલ અને પેટાચૂંટણીના માહોલનો ફરક જોતા આટલું મતદાન પણ યોગ્ય જ કહેવાય.

અબડાસામાં 2017ની ચૂંટણીમાં 66.7 ટકા મતદાન થયુ હતુ, જ્યારે આ વખતની ચૂંટણીમાં 57.78 ટકા મતદાન થયું છે. મોરબીમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી 72 ટકા જેટલી ઊંચી હતી, જ્યારે આ વખતે ફક્ત 51.88 ટકા જ મતદાન થયુ હતુ. લીંબડીમાં ગયા વખતે 63.8 ટકા મતદાન થયુ હતુ, જે આ વખતે 51.88 ટકા જ હતુ. જ્યારે ધારી અને ગઢડાનું મતદાન ગયા વખતની જેમ આ વખતે પણ નીચુ રહ્યુ હતુ, તેની ટકાવારી 50 ટકાથી પણ નીચે ઉતરી ગઈ હતી. ધારીમાં 2017માં 58.6 ટકા મતદાન થયુ હતુ, જ્યારે આ વખતે તેની મતદાનની ટકાવારી 42.18 ટકા જ હતી. આ જ રીતે ગઢડામાં 2017ની ચૂંટણી વખતે મતદાનની ટકાવારી 56.3 ટકા હતી. આ વખતે તે ઘટીને 50 ટકાથી પણ નીચે ઉતરી જતા 47.86 ટકા થઈને 50 ટકાથી નીચે ઉતરી ગઈ હતી. આમ આ આઠેય બેઠકો પર મતદાનની ટકાવારી 57.29 ટકા રહી હતી, આ જ બેઠકો પર 2017ની ચૂંટણીમાં મતદાનની સરેરાશ ટકાવારી 69 ટકા જેટલી રહી હતી.

2017ની પેટા ચૂંટણી કુલ મતદાન

2020ની પેટા ચૃૂંટણી કુલ મતદાન

કપરાડા 83.04 ટકા ધારી 42.18 ટકા
કરજણ 76.04 ટકા ગઢડા 47.86 ટકા
ડાંગ 73.02 ટકા કપરાડા 67.34 ટકા
મોરબી 72.00 ટકા કરજણ 65.94 ટકા
અબડાસા 66.07 ટકા લીંબડી 51.88 ટકા
લીંબડી 63.08 ટકા મોરબી 51.88 ટકા
ધારી 58.09 ટકા અબડાસા 57.78 ટકા
ગઢડા 56.03 ટકા ડાંગ 74.71 ટકા

ABOUT THE AUTHOR

...view details