કોંગ્રેસ પ્રદેશ સમિતિએ ચૂંટણી દરમિયાન કરેલ કામગીરીનો હોદ્દેદારો પાસે રિપોર્ટ માગ્યો - bjp
અમદાવાદ: ગુજરાતની 26 લોકભાની બેઠકો માટે 23 એપ્રિલે મતદાન સમાપ્ત થયું હતું. પ્રદેશ કોંગ્રેસ દ્વારા તમામ હોદ્દેદારોના રિપોર્ટ કાર્ડ મંગાવવામાં આવ્યા છે અને જિલ્લા તાલુકા તેમજ અન્ય હોદ્દાઓ ધરાવતા નેતાઓને પ્રદેશ સમિતિએ લોકસભાની ચૂંટણી દરમિયાન કરેલ કામગીરીનો રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે.
સ્પોટ ફોટો
કોંગ્રેસ પક્ષ દ્વારા ક્યાં નેતાઓએ કેટલું કામ કર્યું અને લોકસભાની ચૂંટણીમાં પક્ષ માટે કેટલી મહેનત કરી વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવશે. આ રિપોર્ટ કાર્ડમાં હોદેદારો પોતાના વિસ્તરાઓમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા કેટલા સક્રિય રહ્યા ક્યાં અને કેટલી સભાઓ યોજી વગેરે બાબતોનો સમાવેશ થશે. પ્રભારી રાજીવ સાતવ આ રિપોર્ટની સમીક્ષા કરશે અને જે લોકોએ પોતાની જવાબદારી નથી નિભાવી તેમને પ્રદેશ સમિતિ ફટકાર પણ લગાવવામાં આવશે.