અમદાવાદ : ભાજપનું હવે કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. 2022 ની વિધાનસભા ચૂંટણીઓ (2022 Assembly Election) પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નીતિ-રીતિથી કંટાળીને કોંગ્રેસના અગ્રણી નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજ સિંહ પરમાર ભાજપમાં જોડાયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના અને કોંગ્રેસના નેતા દિનેશ શર્મા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને અન્ય હોદ્દેદારોની હાજરીમાં ભાજપમાં (Dinesh Sharma joined BJP) વિધિવત જોડાયા હતા.
હજી તો ભાજપમાં જોડાયા અને દિનેશ શર્માએ કોંગ્રેસનું વિસર્જન કરી નાખ્યું અન્ય કોણ જોડાયું ભાજપમાં
અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા અને મોડાસાના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નારણ પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે અમદાવાદ શહેર સમિતિના હોદેદારો, યુથ કોંગ્રેસના પ્રમુખો, વિવિધ સેલના મહાપ્રધાનો અને પ્રમુખો, NSUI ના પ્રમુખો ભાજપમાં જોડાયા હતા.
સી.આર. પાટીલના કોંગ્રેસ પર પ્રહાર
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કોઈ પણ રાજકીય પાર્ટીના કાર્યકરો હોય તેમને જનતાની સેવા કરવાની ઇચ્છા હોય છે. પરંતુ જો પાર્ટીના નેતાઓમાં દાનત ન હોય, સેવાકીય પ્રવૃતિ કરવામાં રસ નો હોય તેવી પાર્ટી જલ્દી તૂટે છે. કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી, તેમના આગેવાનો પર વિશ્વાસ નથી. કોંગ્રેસની કંગાળ સ્થિતિ છે કે પાર્ટી પાસે 25 કાર્યકરોની પણ અછત છે કે જેઓ નિષ્ઠાથી કામ કરી શકે. આજે ભાજપમાં જે કાર્યકરો જોડાયા છે તેને પાર્ટી કામ કરવાની તક આપશે.
આ પણ વાંચોઃElection Campaign in Bhavnagar: ભાજપ કોંગ્રેસના ડિજિટલ પ્લેટફોર્મ પર ચૂંટણીના ભણકારા, બંનેની સ્થિતિ જાણો
પ્રદિપસિંહ જાડેજા શું કહ્યું
આ કાર્યક્રમમાં પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભાજપએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહ સાહેબના નેતૃત્વમાં કામ કરતી રાષ્ટ્રીયની પાર્ટી છે. આજે દિનેશ શર્મા અને નારણ પટેલ ભાજપમાં જોડાયા છે. તેમનું હ્રદયથી સ્વાગત કરું છું.
હજી તો ભાજપમાં જોડાયા અને દિનેશ શર્માએ કોંગ્રેસનું વિસર્જન કરી નાખ્યું
ભાજપમાં જોડાતા જ દિનેશ શર્માએ જણાવ્યું કે, જે રીતે રાજ્યમાં વિકાસના કામો કરી ગુજરાતની જનતાનો વિશ્વાસ ભાજપે મેળવ્યો છે. તે જોતા લાગે છે કે આ વખતે 182 બેઠકો ભાજપ જીતશે. ભાજપ એ પાર્ટી છે કે જે અશ્કય હોય તે પણ શક્ય કરી બતાવે છે. જેમ કે, કલમ 370 દુર કરવી, રામ મંદિરનું નિર્માણ કરવું, મહિલાઓને સન્માન માટે ત્રિપલ તલાકનો કાયદો લાવવો. ભાજપ એ પાર્ટી છે કે જયા મહિલાઓનું સન્માન થાય છે. કાર્યકરોની પડખે ઉભા રહી પ્રજાના હિતમાં કામ કરે છે. ભાજપ એ સિસ્ટમથી ચાલનારી પાર્ટી છે. કોંગ્રેસમાં કોઇ સિસ્ટમ જ ન હતી. કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાર્ટીના(Dinesh Sharma Attack on Congress) કાર્યકરોના હિતમાં નિર્ણય લેવાતા નથી. પરંતુ કોંગ્રેસના એસીમાં બેઠેલા કેટલાક આગેવાનોના હિતમા જ નિર્ણય લેવાય છે. કોંગ્રેસમાં કાર્યકરો માટે જગ્યા નથી. કોંગ્રેસ પાર્ટીનું વિસર્જન થવાનો સમય થઇ ગયો છે.
આ પણ વાંચોઃAssembly Election 2022 : પંજાબમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવારનો ચહેરો શીર્ષ નેતૃત્વ નક્કી કરશે : પ્રશાંત કોરાટ
આ થવાનું જ હતું
કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહ પરમાર ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ચૂંટણીઓ સુધી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પહેલેથી જ હતી. વળી દિનેશ શર્માએ જે દિવસે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. તેના બે દિવસ બાદ જ સમગ્ર શહેરમાં દિનેશ શર્મા ભાજપમાં જોડાયા છે. તેવા પોસ્ટર લાગી ચૂક્યા હતા. હજી પણ અન્ય પાર્ટીના નેતાઓ (2022 Congress Leader join BJP) અને કાર્યકરોનો ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહેશે.