બંને પક્ષના નેતાઓ વચ્ચે તો "ચોકીદાર ચોર હૈ" શબ્દને લઈને ભારે ધમાસાણજોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ આ શબ્દ વર્તમાન સમયમાં ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. ત્યારેકોંગ્રેસ IT સેલ તેમજ તેમના નેતાઓ વડાપ્રધાનને "ચોકીદાર ચોર હૈ”નામથી સંબોધી રહ્યાં છે. જેથીદેશમાં આ વખતની ચૂંટણીમાં "ચોકીદાર ચોર હૈ" નામનો શબ્દ બહુચર્ચિત બન્યો છે.
કોંગ્રેસને ‘ચોકીદાર’ નામથી જ નફરત, કાર્યાલયના ચોકીદાર રૂમનું કર્યું નામકરણ - કોંગ્રેસ
અમદાવાદ: લોકસભા 2019ની ચૂંટણીની તારીખ નક્કી થઈ ચૂકી છે. ત્યારે બંને પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. તો આ સાથે જ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપો પણ કરી રહ્યાં છે. ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણીમાં "ચોકીદાર જ ચોર હૈ" નામના શબ્દનો કોંગ્રેસ દ્વારા બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો આ શબ્દ બહુચર્ચિત પણ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરીને રાહુલ ગાંધી તેમની તમામ જાહેર સભાઓમાં 'રાફેલ ડીલ' મુદ્દે વડાપ્રધાનને "ચોકીદાર ચોર હૈ"ના નામથી સંબોધી રહ્યાં છે. ત્યારે ભાજપે પણ સામે અભિયાન છેડ્યું છે. જેમાં "મેં ભી ચોકીદાર" નામનું અભિયાન શરૂ કર્યું છે. ત્યારે હાલમાં જ કોંગ્રેસ પક્ષની ઓફિસમાં આવેલા ચોકીદાર રૂમનું રાતોરાત નામકરણ કરવામાં આવ્યું છે.
એક તરફ કોંગ્રેસ "ચોકીદાર ચોરી હૈ"નો નારો આપી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યાલય નીચે ચોકીદાર રૂમ આવેલો હતો. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલા સૂત્રને લઈ કોંગ્રેસ ઉપર જ સવાલો ઊઠે અને સોશિયલ મીડિયામાંટ્રોલ થાય એવી સ્થિતિ સર્જાઈ હતી.
આ કારણોસર અમદાવાદમાંકોંગ્રેસ દ્વારારાતોરાત ચોકીદાર રૂમનું નામકરણ કરવામાં આવ્યું હતું. જેમાં ચોકીદાર રૂમનું નામ બદલીને "જય જવાન જય કિસાન" રાખવામાં આવ્યું હતું. ત્યારે રૂમનું નામ બદલવાથી કોંગ્રેસની માનસિકતા ઉપર સવાલો ઉઠે છેકે,શું કોંગ્રેસ ચોકીદાર રૂમ લખેલા તમામ ચોકીદારોને ચોર માને છે ? રૂમનું નામ બદલીને કોંગ્રેસ દેશના ચોકદારોની મજાક ઉડાવી રહી છે ? શું કોંગ્રેસને દેશના ચોકદારો ઉપર વિશ્વાસ નથી ? કદાચ કોંગ્રેસ રાજકીય લાભ ખાટવા ચોકીદારોની ઈજ્જત સાથે રમી રહી હોય તેવું પણ પ્રદર્શિત થઈ રહ્યું છે.