ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના ઓબીસી મુખ્યપ્રધાનની ચર્ચાને જગદીશ ઠાકોરે આપ્યું સમર્થન - કોંગ્રેસના ઓબીસી મુખ્યપ્રધાનની ચર્ચા

ગુજરાતી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં બીજા તબક્કાના મતદાનના ( Second Phase Poll ) હવે થોડાક જ કલાકો બાકી છે. કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor ) ઓબીસી મુખ્યપ્રધાનની ( Congress OBC CM ) ચર્ચાને સમર્થન આપ્યું છે. બહુમતી મતદારોનો પ્રતિનિધિ સરકારમાં આવે એને તેમણે વાજબી કહ્યું છે.

કોંગ્રેસના ઓબીસી મુખ્યપ્રધાનની ચર્ચાને જગદીશ ઠાકોરે આપ્યું સમર્થન
કોંગ્રેસના ઓબીસી મુખ્યપ્રધાનની ચર્ચાને જગદીશ ઠાકોરે આપ્યું સમર્થન

By

Published : Dec 3, 2022, 9:54 PM IST

અમદાવાદકોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor )જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કાર્યક્રમ થયો છે. પહેલા તબક્કામાં અને બીજા તબક્કાનું ( Second Phase Poll ) પ્રચાર કાર્ય પૂરું થાય છે. સમગ્ર ગુજરાતમાં ગુજરાતી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં ગુજરાતીઓના આશીર્વાદ કોંગ્રેસને ખૂબ જ મળ્યા છે. કોંગ્રેસને શક્તિ અને તાકાત મળી રહી છે. ચાર મહિનાથી કોંગ્રેસ બોલે છે કે 125 પ્લસ સાથે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને છે.

જેમને પસંદ કરવામાં આવશે તેમની જ સરકાર બનશે

ભાજપ ફેલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor )જણાવ્યું કે છેલ્લા અઠવાડિયાથી દેખાઈ રહ્યું છે કે, ભાજપનું શીર્ષ નેતૃત્વ એવા વડાપ્રધાનને પણ લોકસભા અને જિલ્લાવાર મીટીંગો કરવી પડતી હતી. 27 વર્ષમાં ભાજપ ફેલ અને નિષ્ફળ રહ્યું છે. પ્રજાનો ટેકો જ્યારે કોંગ્રેસને મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસની સરકાર પણ બની રહી છે.

125 સીટ મેળવીને સરકાર બનાવવાનો દાવો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor )આ તકે ( Second Phase Poll ) જણાવ્યું હતું કે થોડા દિવસથી મીડિયામાં એવા સમાચાર રહ્યા છે કે કોંગ્રેસમાંથી ત્રણ નાયબ મુખ્યપ્રધાન ( Congress OBC CM ) બનશે. કોંગ્રેસ પાર્ટી તરફથી આવી કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી થઈ. બહુમતીથી અને લોકો દ્વારા જેમને વોટ આપવામાં આવશે અને જેમને પસંદ કરવામાં આવશે તેમની જ સરકાર બનશે આ જ લોકશાહીની સાચી વાત છે. ગુજરાતી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં આઠમી તારીખે પરિણામ આવશે ત્યારે કોંગ્રેસ દ્વારા 125 સીટ મેળવીને સરકાર બનાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details