ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશે કટાક્ષ વચન કહેતાં શર્મા, ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર પણ કોંગ્રેસ કાર્યાલયમાં કોઇ નેતા નહીં - પરિવર્તન સંકલ્પ યાત્રા

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ની તારીખો બહાર પડી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ ( Gujarat Congress ) દ્વારા ગુજરાતની જનતાએ પરિવર્તન માટે મન બદલ્યું હોવાનું નિવેદન આપવામાં આવ્યું હતચું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા ( Congress national spokesperson Alok Sharma ) એ વધુમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશે કટાક્ષ વચન ( Alok Sharma criticizes CM Bhupendra Patel ) ઉચ્ચાર્યાં હતાં.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશે કટાક્ષ વચન કહેતાં શર્મા, ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર પણ કોંગ્રેસ કાર્યાલયમાં કોઇ નેતા નહીં
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશે કટાક્ષ વચન કહેતાં શર્મા, ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર પણ કોંગ્રેસ કાર્યાલયમાં કોઇ નેતા નહીં

By

Published : Nov 3, 2022, 8:09 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ની તારીખો આજે જાહેર થઈ ગઈ છે. જેમાં આ વખતે બે તબક્કામાં મતદાન ( GujaratElections2022 ) થવાનું છે. આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ માટે મહત્વની બની રહેશે. કારણ કે 27 વર્ષ પછી આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જોવા મળશે. મહત્વનું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ( Gujarat Congress ) દ્વારા પણ ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.

બીજેપી અને બીજા કોઈ પણ લોકો હોય એને હરાવવા માટે તૈયાર

ગુજરાતની જનતાએ પોતાનું મન બદલી લીધું છેઆજે ગુજરાતના ચૂંટણીની તારીખો ( Gujarat Assembly Election 2022 )જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ( Gujarat Congress ) દ્વારા ચૂંટણીને લક્ષીને રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા ( Congress national spokesperson Alok Sharma )એ જણાવ્યું હતું કે, અમે અમે બધી રીતે ગુજરાતની જનતાને જીતાડવા માટે અને ગુજરાતને જીતાડવા માટે કોંગ્રેસ પાર્ટી તૈયાર છે. અમે બીજેપી અને બીજા કોઈ પણ લોકો હોય એને હરાવવા માટે તૈયાર છીએ. આ વખતે હું આશા રાખું છું કે ગુજરાતની જનતા ચિંતન અને મનન સાથે બદલાવ માટે પોતાનો વોટ આપશે. આ વખતે આ વખતે ગુજરાતની જનતાએ પોતાનું મન બદલી લીધું છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશે કટાક્ષ વચનકોંગ્રેસ પ્રવક્તા ( Congress national spokesperson Alok Sharma )દ્વારા આડકતરી રીતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પર પ્રહાર ( Alok Sharma criticizes CM Bhupendra Patel ) કરતાં કહ્યું હતું કે મોરબી જેવી મોટી ઘટના બની ગઈ તેમ છતાં પણ બીજા એન્જિન દ્વારા આના ઉપર કોઈ પ્રતિભાવ હજી સુધી અમને મળ્યો નથી. તેમણે કહ્યું હતું કે ભાજપની ડબલ એન્જિન સરકાર ફેલ રહી છે એમનું પહેલું એન્જિન રૂપાણી હટાવી દેવામાં આવ્યા છે અને બીજા એન્જિનની તો કોઈને કંઈ ખબર જ નથી.

આપના સમર્થન અંગે નિવેદન આમ આદમી પાર્ટી વિશે કોંગ્રેસ પ્રવક્તાએ ( Congress national spokesperson Alok Sharma ) નિવેદન કરતા સ્પષ્ટ રીતે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટીને સમર્થન નહીં આપે કે ન તો સમર્થન લેશે. આમ આદમી પર પ્રહાર કરતાં જણાવાયું કે હતું કે આમ આદમી પાર્ટી એ એક નવી રમત ચાલુ કરી છે. શું આજ સુધી કોઈને ખબર પડી છે કે તેમના સીએમ પદના દાવેદારના ચાર કેન્ડીડેટ કોણ છે. આમ આદમી પાર્ટી બીજેપીની બી ટીમ પાર્ટી છે અને વોટ કાપવાવાળી પાર્ટી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ નહીં ખુલે એવા પણ કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે.

મોટા નેતાઓ પરિવર્તન સંકલ્પ યાત્રામાં વ્યસ્ત અહીં એ બાબત નોંધવી રહેે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ( Gujarat Congress )એક પણ મોટા નેતા દેખાયા ન હતાં કારણ કે બધા જ મોટાભાગના નેતાઓ પરિવર્તન સંકલ્પ યાત્રામાં જ વ્યસ્ત છે.

ABOUT THE AUTHOR

...view details