ગુજરાત

gujarat

ETV Bharat / state

મલ્લિકાર્જુન ખડગે આવતીકાલથી ગુજરાત પ્રવાસે, બેઠકનો ધમધમાટ શરૂ - રાષ્ટ્રીય અધ્યક્ષ

કોંગ્રેસના રાષ્ટ્રીય પક્ષના દાવેદાર મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadke) આવતીકાલથી બે દિવસથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ હવે મલ્લિકાર્જુન ખડકે આવી રહ્યા છે. બેઠકનું આયોજન કરવામાં આવશે જેમાં ચુટણીલક્ષીનું આગામી પ્રચાર અને આયોજન કરશે

કોંગ્રેસના રાષ્ટ્રીય પક્ષના દાવેદાર મલ્લિકાર્જુન ખડગે આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે
કોંગ્રેસના રાષ્ટ્રીય પક્ષના દાવેદાર મલ્લિકાર્જુન ખડગે આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે

By

Published : Oct 5, 2022, 7:36 PM IST

અમદાવાદગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બધીજ રાજકીય પાર્ટીઓ ખૂબ જ સક્રિય થઈ રહી છે ત્યારે હવે કોંગ્રેસના(Congress leader) વધુ એક નેતા ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ(National President) પદના દાવેદાર મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadke) આવતીકાલથી બે દિવસ એ ગુજરાતની મુલાકાતે છે.

બે દિવસની મુલાકાતેકોંગ્રેસનાખૂબ જ જુના નેતા મલિકાર્જુન ખડકે આવતીકાલથી ગુજરાતની બે દિવસથી મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મહત્વનું છે કે ચૂંટણીના દોરના સમયમાં મલ્લિકાર્જુનની આ મુલાકાત ચૂંટણીલક્ષી બની રહેવાની છે.

આ સ્થળની લેશે મુલાકાતમલ્લિકાર્જુન ખડગેનું આવતીકાલે સાંજે 5:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે, ત્યાંથી તેઓ સીધા જ ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને ગાંધીજીની પ્રતિમાના દર્શન કરશે. બીજા દિવસે તેઓ કોંગ્રેસના વિવિધ સંગઠનો અને ચૂંટણીને લગતા જેટલા પણ કાર્યકરો હશે તેમની સાથે બેઠક કરીને ચૂંટણીલક્ષીનું આગામી પ્રચાર અને આયોજન કરશે.

ચૂંટણીની રણનીતિઆ સાથે જ કોંગ્રસના અલગ અલગ જિલ્લાના સભ્યો અને એડ્રેસ સાથે મીટીંગ યોજીને આગળની ચૂંટણીને રણનીતિને નક્કી કરવામાં આવશે અને ગુજરાતની આગામી આવનારી વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસ પાસે સમર્થન માંગશે.

નેતાઓના ગુજરાતમાં ધામા ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા મોટા નેતાઓ રાજકારણીઓ સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના પક્ષમાં મત મળે એવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ હવે મલ્લિકાર્જુન ખડકે પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે હવે આગામી કોંગ્રેસની ચૂંટણીની રણનીતિ શું રહેશે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details