ગુજરાત

gujarat

ETV Bharat / state

પક્ષ પલટાનો રોકવા કોંગ્રેસ પાર્ટીએ લીધો આ મહત્વનો નિર્ણય... - meeting

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં કારમી પરાજય બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી. જેમાં રાજ્યસભાની ચૂંટણી પૂરી ના થાય ત્યાં સુધી કોઈપણ ધારાસભ્ય, સીએમ, ડેપ્યુટી સીએમ કે સરકારના બીજા કોઈ મંત્રીની મુલાકાત ના લે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્યોની મિટિંગમાં સભાની ચૂંટણી પૂરી ના થાય ત્યાં સુધી કોઈને પણ મુલાકાત ના લેવા નિર્ણય કર્યો

By

Published : Jun 2, 2019, 10:00 PM IST

ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાની પ્રક્રિયાઓ હજી શરૂ છે. જેના કારણે કોંગ્રેસ પાર્ટી પરેશાન છે અને ગુજરાત કોંગ્રેસેની સ્થિતિ વધુ કફોડી બની છે. કારણ કે ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ પણ કોંગ્રેસમાંથી અને કાર્યકર્તાઓ અને નાના-મોટા નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેના કારણે આ કડક નિર્ણય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની મીટીંગમાં લેવામાં આવ્યો હતો. પોતાના વિસ્તારમાં કામો માટે પણ મુલાકાત ના લેવાની કડક સુચના આપવામાં આવી છે. ખોટા સમાચાર ન ફેલાઇ તે માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્યોની મિટિંગમાં સભાની ચૂંટણી પૂરી ના થાય ત્યાં સુધી કોઈને પણ મુલાકાત ના લેવા નિર્ણય કર્યો

ABOUT THE AUTHOR

...view details