ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગી સભ્યોએ AMC મેયર માટે ખરાબ શબ્દો વાપર્યા, દર્શાવ્યો વિરોધ - gujarat

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે બોર્ડ બજેટ રજૂ થતું હોય છે. જેમાં AMCના તમામ કોર્પોરેટર તેમજ અધિકારીઓ હાજર રહેતા હોય છે. શહેરમાં વિકાસના કામો માટે બજેટ ફાળવ્યું હોય તે ઉપર ચર્ચા કરતા હોય છે, ત્યારે કૉંગ્રેસના સભ્યોને નહીં બોલવા દેતા આજે કોર્પોરેશન ખાતે ખરાબ શબ્દો સાથેના પોસ્ટર દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

વીડિયો

By

Published : Feb 18, 2019, 11:16 PM IST

AMCમાં વિપક્ષે બોર્ડ બજેટમાં નહીં બોલવા દેવાના મુદ્દે તેમજ મેયરની તાનાશાહીથી બોર્ડ આટોપી લેવાના મુદ્દે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં બદરૂદિન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, દિનેશ શર્મા, અમદાવાદ શહેર પ્રમુખ શશિકાંત પટેલ હાજર રહ્યા હતા. પોસ્ટરમાં મેયરની સરખામણી ગધેડા સાથે કરી હતી અને 'મેયર તેરી તાનાશાહી નહીં ચાલેગી' તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.

બજેટ બોર્ડમાં કોંગ્રેસના સભ્યોને પોતાની રજૂઆત મૂકવા માટે યોગ્ય સમય નહીં આપવાના મુદ્દે મેયરના નામના છાજિયા લીધા હતા અને મેયરને ગધેડી શબ્દોથી પણ સંબોધ્યા હતા. જો કે, મેયર શહેરના પ્રથમ નાગરિક કહેવાય છે, ત્યારે આ શબ્દોથી વિરોધ વ્યક્ત કરવો કેટલો યોગ્ય ગણી શકાય, પણ રાજકારણમાં કોઈપણ પક્ષ હોય એકબીજા ઉપર આક્ષેપ કરવા માટે કોઈ પણ ભાષાનો પ્રયોગ કરતા હોય છે એ સામાન્ય છે. જો કે, બોર્ડમાં કૉંગ્રેસના સભ્યોને નહીં બોલવા દેતા તેઓ હાઈકોર્ટમાં પણ આ મુદ્દાને લઈ જવાના છે.

ABOUT THE AUTHOR

...view details