અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections) તારીખો જાહેર થઈ ગઈ છે. તેવામાં હવે એક પછી એક મોટા રાજકારણીઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તે અંતર્ગત હવે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને જાણીતા અર્થશાસ્ત્રી પી ચિદમ્બરમે (Congress Leader P Chidambaram) ગુજરાતની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે કૉંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી ગુજરાતની GDP (gujarat gdp growth rate), બેરોજગારી અને વેતન દર અંગે લોકોને માહિતગાર કર્યા હતા. સાથે જ તેમણે કૉંગ્રેસને મત આપીને પરિવર્તન લાવવાની પણ વાત કરી હતી.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગે પ્રહાર પી. ચિદમ્બરમ્ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે (Gujarat Assembly Elections) ગુજરાતની મુલાકાતે છે. જાણીતા અર્થશાસ્ત્રી પી. ચિદમ્બરમે (Congress Leader P Chidambaram ગુજરાતમાં સતત ઘટતો જ હતો જીડીપીના આંકડાઓને (gujarat gdp growth rate) પણ લોકો સમક્ષ મૂક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જીડીપીનો આંકડો દર વર્ષે ઘટતો રહ્યો છે. 2017-18માં 10.7 ટકા, 2018-19માં 8.9 ટકા હતો. તો 2019-20માં 7.3 ટકા અને 2020-21 -1.9 ટકા હતો. બીજી તરફ વાઇબ્રન્ટ સમિટ ગુજરાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા 2011 સુધીમાં પ્રથમ 5 ડેટા જ બહાર પાડવામાં આવ્યો છે.
બેરોજગારી ચરમસીમાએ અર્થશાસ્ત્રી પી. ચિદમ્બરમ્ (Congress Leader P Chidambaram ગુજરાતમાં બેરોજગારીના આંકડા અને અત્યારની પરિસ્થિતિ અંગે પણ વાકેફ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, CMIEના ડેટા અનુસાર, ગુજરાતમાં 20-24 વર્ષની વયના યુવાનોમાં બેરોજગારીનો દર 12.49 ટકા છે. તેમ જ અશિક્ષિત યુવાનો અને ઓછું ભણેલા યુવાનોમાં સૌથી વધારે બેરોજગારી છે. જો આ બાબતે ઉદાહરણ આપવું હોય તો રાજ્ય સરકારને રાજ્ય સરકારને તલાટીની 3,400 જગ્યાઓ માટે 17 લાખ અરજીઓ (P Chidambaram slams Gujarat Government) મળી હતી.