અમદાવાદ છેલ્લા 27 વર્ષથી વિપક્ષ તરીકે ભૂમિકા નિભાવતી ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress )આ વખતે માત્ર 17 સીટ મેળવી છે ત્યારે વિપક્ષમાં પણ સ્થાન (Congress Leader of Opposition in Assembly ) મળશે કે નહીં તેવી શંકા વ્યક્ત કરવામાં આવતી હતી. પરંતુ હવે સી આર પાટીલે નિવેદન આપ્યું હતું કે તેઓ કોંગ્રેસને વિપક્ષ તરીકે ઈચ્છે છે. જેને લઇને તમામ અટકળોનો અંત આવ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના વિપક્ષ નેતાના નામ અંગે 19 અને 20 ડિસેમ્બરે મીટીંગ થવા જઈ રહી છે.કોંગ્રેસ હવે પોતાની આગળની રણનીતિ કઈ રીતે નક્કી કરશે તેની છેલ્લા બે દિવસથી કોંગ્રેસ ભવન (GPCC )ખાતે મીટીંગ (Congress MLAs Meetings )પણ ચાલી રહી હતી.
આ પણ વાંચો કોંગ્રેસે ચૂંટણીમાં ધોબી પછડાટ જેવી હારનું ઠીકરૂ ફોડ્યું, મતદાન પર આશંકા
કોંગ્રેસ નવનિર્વાચિત ધારાસભ્યો હાજર રહેશેઆ બેઠકમાં વિપક્ષ નેતા(Congress Leader of Opposition in Assembly )નું નામ નક્કી કરવામાં આવશે અને એ સાથે જ આ બેઠકમાં કોંગ્રેસના (Gujarat Congress )ચૂંટાયેલા ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને અગ્રણી હોદ્દેદારોની અધ્યક્ષતામાં આ મીટીંગ (Congress MLAs Meetings )યોજાશે અને સર્વીનુમતે કોંગ્રેસના વિપક્ષ નેતાનું નામ નક્કી કરવામાં આવશે.