ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘરના ડખ્ખામાં શું કરે બહાર વાળા, વિધાનસભામાં વિપક્ષના નેતાના નામને લઈને ચર્ચા ચગડોળે - Congress Leader in Gujarat Assembly

વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કોણ બેસે એ કોંગ્રેસ આંતરિક વિખવાદ કારણે હજુ (Congress Leader in Assembly) સુધી નક્કી કરી શકી નથી.જોકે મોટા સમાચાર સામે આવ્યા છે કે, શૈલેષ પરમાર અથવા તો સી.જે. ચાવડા વિપક્ષના નેતા બની શકે છે.પરતું આ બાબતે જગદીશ ઠાકોર મૌન સેવ્યું છે. (Congress Leader in Gujarat Assembly)

ઘરના ડખ્ખામાં શું કરે બહાર વાળા, વિધાનસભામાં વિપક્ષના નેતાના નામને લઈને ચર્ચા ચગડોળે
ઘરના ડખ્ખામાં શું કરે બહાર વાળા, વિધાનસભામાં વિપક્ષના નેતાના નામને લઈને ચર્ચા ચગડોળે

By

Published : Dec 29, 2022, 10:29 PM IST

અમદાવાદ : ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી વિરોધ પક્ષની ભૂમિકા નિભાવતું આવ્યું છે, ત્યારે આ વખતે ગુજરાત કોંગ્રેસે (Congress Leader in Assembly) વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 જેટલી બેઠકો મેળવી હતી. જોકે ભાજપે વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસમાંથી આવશે એવા સંકેતa આપ્યા હતા, ત્યારે હવે એવું કહી શકાય કે ભાજપની મહેરબાનીથી વિરોધ પક્ષના નેતા બનવાનો કોંગ્રેસને ચાન્સ મળી રહ્યો છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ એકબીજાની આંતરિક વિખવાદમાંથી જ ઊંચા નથી આવતા.(Congress Leader in Gujarat Assembly)

બે નામ બહાર આવ્યા રાજ્યમાં ભાજપની સરકારે તો પોતાની કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ હજુ સુધી વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે કોણ બેસે એ કોંગ્રેસ હજુ સુધી નક્કી કરી શકી નથી. વિધાનસભામાં વિપક્ષના નેતાને લઈને કોંગ્રેસમાં અસમંજસ જોવા મળી રહી છે. ત્યારે હવે કોંગ્રેસના વિધાયક દળના નેતા મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં શૈલેષ પરમાર અથવા તો સી.જે. ચાવડા વિપક્ષના નેતા બની શકે છે. પ્રદેશ નેતૃત્વ એ આ બંને નામો હાઇકમાંડને મોકલી દીધા છે. પરંતુ હજી સુધી હાઈ કમાન્ડે કોઈ પણ પ્રકારનો જવાબ મોકલ્યો નથી. જેને પગલે સ્થાનિકોમાં પણ વિવાદો વધતા જાય છે. (Gujarat Congress Controversy)

આ પણ વાંચોસબસલામતની વાત કરતી સરકારના રાજમાં ગુજરાતની મહિલાઓ અસલામત, કૉંગ્રેસે કર્યા પ્રહાર

જગદીશ ઠાકોર નામ બાબતે મૌન સેવ્યું પ્રદેશ નેતૃત્વ દ્વારા જે નામ મોકલવામાં આવ્યા છે. તેમાં શરૂઆતથી જ સી.જે. ચાવડાનું નામ ચાલી રહ્યું હતું. જેમાં હવે નવા નામો પણ ઉમેરાઇ રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પક્ષના નેતા માટે બે ધારાસભ્યનું નામને મોકલ્યા છે. જેમાં વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારનું નામ મોકલવામાં આવ્યું હોવાની ચર્ચા છે. આ બંનેમાંથી કોઈ એક ધારાસભ્ય વિપક્ષના નેતાબની શકે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ પાટીદાર ચહેરામાંથી કિરીટ પટેલને પણ વિપક્ષના નેતા તરીકે નામ આગળ ચાલી રહ્યું છે. જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને વિપક્ષના નેતાનું નામ પૂછવામાં આવતા તેમણે આ બાબતે મૌન સેવ્યું હતું.

નવા ચહેરાને સ્થાનમહત્વનું છે કે, કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ કોઈ નવા ચહેરાને સ્થાન આપવાની ઈચ્છા દર્શાવતા આ પહેલા જીગ્નેશ મેવાણી અને અનંત પટેલનું નામ પણ ચાલ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા જરૂરી છે. જેથી કોઈપણ પક્ષ હોય તેના માટે 19 બેઠકો મેળવવી જરૂરી છે. કોંગ્રેસ પાસે એટલી સીટો પણ નથી. એવી રાજ્યમાં એમણે કારમી રીતે હાર મેળી છે.

આ પણ વાંચોકોંગ્રેસના સ્થાપના દિને કોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રાની કરી જાહેરાત

1990 પછી કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શનભાજપે કોંગ્રેસના મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડીને 156 બેઠકો પ્રાપ્ત કરી હતી. જ્યારે 1990 પછી કોંગ્રેસનું આ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું. 1990માં કોંગ્રેસને 33 બેઠકો મળી હતી. જ્યારે આ વખતે માંડ 17 બેઠકો પર તેમને વિજય મેળવ્યો છે. કોંગ્રેસના વિપક્ષ પાર્ટી તરીકે પણ ફાફા મારવા પડી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ હજુ પણ રમી રહ્યો. (Congress in Gujarat)

ABOUT THE AUTHOR

...view details