અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોનામાં એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા અને તબીબી ક્ષેત્રમાં લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા JEE અને NEET મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ પરીક્ષાઓ 13 સપ્ટેમ્બર પહેલા યોજવા માટે સરકારને સૂચન કરવામાં આવ્યું હતું. જેથી કેન્દ્ર સરકાર દ્વારા JEE અને NEETની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે શુક્રવારે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે.
ભરત પંડયાએ કહ્યું કોંગ્રેસ રેલી અને પ્રદર્શનો યોજીને રાજકીય અરાજકતા ફેલાવવાનો કૂપ્રયાસ કરી રહી છે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં JEE અને NEETની પરીક્ષાઓના વિરોધમાં જે પ્રદર્શન કરવામાં આવ્યા. તેને લઈને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું ગુંચવાયું છે. 23થી વધુ વરિષ્ટ નેતાઓના પરીવર્તન પત્રથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. તેના સમાચારોને ડાયવર્ટ કરવા માટે કોંગ્રેસે પરીક્ષા મુદ્દે વિવાદ અને અરાજકતા ફેલાવવા દરેક રાજયોમાં આંદોલન કરવાની સૂચના આપી છે.
કેન્દ્ર સરકાર દ્વારા JEE અને NEETની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે શુક્રવારે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. જે બાબતે ભાજપ પ્રદેશ પ્રવક્તાએ કોંગ્રેસ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ એક તરફ ભાજપ પર સોશિયલ ડિસ્ટન્સનો રાજકીય આક્ષેપ કરે છે અને બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સમાં ધજાગરા કરીને ગાંડી ડાહીને શિખામણ આપે તેવો ઘાટ કરી રહી છે.
કોંગ્રેસ રેલી અને પ્રદર્શનો યોજીને રાજકીય અરાજકતા ફેલાવવાનો કૂપ્રયાસ કરી રહી છે: ભરત પંડયા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાના ઈરાદા સાથે કોંગ્રેસ રેલી અને પ્રદર્શનો યોજીને રાજકીય નાટક દ્વારા અરાજકતા ફેલાવવાના કૂપ્રયાસ કરી રહી છે. કોંગ્રેસને વિદ્યાર્થીઓની કારર્કિદી અને ભવિષ્ય સાથે કોઈ જ લેવાં-દેવાં નથી તેનો બદઈરાદો દેશમાં અસ્થિરતા અને અરાજકતા ફેલાવવાનો છે. એટલે જ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના આદેશને પણ માનવાનો ઇનકાર કરી રહી છે.
ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન