અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂપિયા 20 લાખ કરોડના આર્થિક પેકેજને લઈને ટ્વિટર ઉપર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ કૂતરાને બિસ્કીટ નાખે છે અને વચ્ચે કાચ હોય છે. તેથી તે બિસ્કીટ કુતરાને મળતું નથી. પરંતુ કૂતરાને એવો ભ્રમ સર્જાય છે કે, બિસ્કિટ તેને આપવામાં આવી રહ્યું છે અને તેની મજાક કરવામાં આવે છે. આ વીડિયો મૂકીને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એવું કહેવા માગતા હતા કેન્દ્ર સરકારે ભારતના લોકો સાથે પણ આવી મજાક કરી છે. જો કે આ પ્રહાર તેમના પર જ ઊલટો પાડ્યો હતો. કેમ કે ભાજપે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પોતાની ઈર્ષાની લાગણીમાં ભારતની પ્રજાને કૂતરા સાથે સરખાવીને પોતાની માનસિકતા છતી કરી દીધી છે.
કોંગ્રેસે ટ્વીટર પર શેર કરેલા વીડિયોમાં પોતાના વિચાર-આચાર, અને વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યું છેઃ ભરત પંડ્યા - લૉકડાઉન
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂપિયા ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજને લઈને ટ્વિટર ઉપર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ કૂતરાંને બિસ્કિટ નાખે છે અને વચ્ચે કાચ હોય છે. તેથી તે બિસ્કીટ કૂતરાને મળતું નથી. આ અંગે ભાજપે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પોતાની ઈર્ષાની લાગણીમાં ભારતની પ્રજાને કૂતરા સાથે સરખાવીને પોતાની માનસિકતા છતી કરી દીધી છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પોતાનાં ટ્વીટર પર મુકેલા વીડિયોમાં કોંગ્રેસે પોતાના વિચાર, આચાર અને વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસે પોતાના ૫૫ વર્ષના કુશાસનમાં જે પણ કર્યું છે. તે પ્રદર્શિત કર્યું છે. કોંગ્રેસ પબ્લીકને શું માને છે ? કેવી રીતે જાણે છે ? અને તેની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે ! તેનું પ્રતિબિંબ આ વીડિયોમાં જોવા મળે છે. કોંગ્રેસે પબ્લિકને DOG સાથે સરખાવીને પબ્લિકનું અપમાન કર્યું છે, કોંગ્રેસ પબ્લિકને DOG તરીકે માને છે, જ્યારે ભાજપ પબ્લિકને GOD માને છે. કોંગ્રેસ-ભાજપમાં આટલો ફર્ક જોવા મળે છે.
ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, ૧ રૂપિયો પબ્લિકને મોકલું છું અને નીચે જનતાને માત્ર ૧૫ પૈસા પહોંચે છે. એટલે કે, ૮૫ ટકાનો ભ્રષ્ટાચાર થતો હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં દરેક લાભાર્થીના પૈસા સીધાં ખાતામાં જમા થાય છે. ગઈકાલે જ કોરોનાની મહામારીમાં પણ રૂપિયા 52,606 કરોડ DBT દ્વારા કરોડો લાભાર્થીઓના ખાતામાં જમા થયાં છે. કોંગ્રેસે પોતાના શાસનમાં દેશને અને પબ્લિકને લૂંટ્યો છે, ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં જનતાનાં પૈસા જનતા સુધી પહોંચે છે. મોકલેલ પૈસા 100 ટકા સીધા બેંક એકાઉન્ટમાં જમા થાય છે. આ વાત જનતા સારી જાણે છે.