ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખી કરી આ માંગ - મલ્લિકાર્જુન ખડગેને પત્ર

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ (Congress Former MLA Raghu Desai ) કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર ( Letter to Mallikarjun Kharge ) લખ્યો છે. જેમાં કોંગ્રેસની હારના કારણો (Reasons of Congress Defeat ) સ્પષ્ટ કર્યા છે અને કોંગ્રેસને હરાવનાર જવાબદાર નેતાઓ સામે કાર્યવાહી કરવા પણ માંગ કરી છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખી કરી આ માંગ
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખી કરી આ માંગ

By

Published : Dec 13, 2022, 7:51 PM IST

કોંગ્રેસને હરાવનાર જવાબદાર નેતાઓ સામે કાર્યવાહી કરો

અમદાવાદ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી પૂર્ણ પણ થઈ ગઈ. જોકે આ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા હતાં. ભાજપે 156 બેઠક સાથે ભવ્ય જીત મેળવી તો બીજી બાજુ કોંગ્રેસના સૂપડાં સાફથઈ ગયા છે. કોંગ્રેસે એટલી ઓછી સીટ મેળવી છે કે વિપક્ષમાં પણ સ્થાન મળશે કે નહીં એવી શંકા વ્યક્ત કરવામાં આવે છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં માત્ર 17 જ સીટો મેળવી છે ત્યારે ક્યાંકને ક્યાંક કોંગ્રેસની હારના કારણો (Reasons of Congress Defeat )ઘણા બધાં કારણભૂત રહ્યા છે. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ (Congress Former MLA Raghu Desai ) એ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખી એક પત્ર લખીને ( Letter to Mallikarjun Kharge ) ચોકાવનારી વિગતો દર્શાવી છે.

રઘુ દેસાઇએ મલ્લિકાર્જુન ખડગેને લખેલો પત્ર

જગદીશ ઠાકોરે પાર્ટી વિરુદ્ધ કામ કર્યુંઆ સમગ્ર મામલે રઘુ દેસાઈએ (Congress Former MLA Raghu Desai ) જણાવ્યું હતું કે અમે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલિકાર્જુન ખડગેને ફોન કર્યો છે અને લેટર પણ લખીને ( Letter to Mallikarjun Kharge )આપ્યો છે. આ સાથે જ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ પત્ર લખીને જાણ કરી છે. ગુજરાતમાં અને રાધનપુરમાં જે અમારી હાર થઈ છે. અમારા પાર્ટીના પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor) અને તેમના માણસોએ અમારા વિરુદ્ધમાં કામ કર્યું છે.

રઘુ શર્માને કરી હતી વાત રઘુ દેસાઈએ (Congress Former MLA Raghu Desai ) જણાવ્યું કે આ સમગ્ર મામલે અમારા રઘુ શર્માને પણ વાત કરી હતી તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં ન આવ્યાં. આજે જે પાર્ટીની સ્થિતિનું નિર્માણ થયું છે તેના માટે પ્રમુખે જ પોતાની જવાબદારી સમજી નથી. તેથી પાર્ટીએ જે પણ વિરુદ્ધ કામ કર્યું હોય તેની સામે પગલાં લેવા જોઈએ એવી અમે માંગ કરી છે. કેટલાક નેતાઓ પાર્ટીમાં રહી પાર્ટી વિરુદ્ધ ચૂંટણીમાં કામ કર્યું છે. પાર્ટી વિરુદ્ધ કામ કરનાર લોકોને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor) કાબૂમાં રાખ્યા નથી એવી વાત પણ રઘુ દેસાઈ ( Letter to Mallikarjun Kharge )દ્વારા કરવામાં આવી છે.

કોંગ્રેસ રોજ મીટીંગ કરે છેનોંધનીય છે કે કોંગ્રેસે 125 બેઠક પર ચૂંટણી જીતવાના દાવા કરી રહી હતી તેમાં તો તે નિષ્ફળ ગઇ જ છે પરંતુ હવે પાર્ટીનો આંતરિક વિખવાદ પણ સામે આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસની હારના કારણો Reasons of Congress Defeat )જાણવા અને હવે પોતાનું સ્થાન મજબૂત કરવા માટે રોજ મીટીંગ કરી રહી છે. ત્યારે હવે આવનારા દિવસોમાં કોંગ્રેસની રણનીતિ શું હશે તે થોડા સમયમાં જ સ્પષ્ટ થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details