ગુજરાત વિધાનસભાના વિપક્ષના દંડક અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બે જુદી જુદી હાઇકોર્ટમાં રિટ દાખલ કરી છે. જેની આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોર દ્વારા જે ક્રોસ વોટીંગ કરવામાં આવ્યું હતું, તેને પણ કોંગ્રેસી અરજદાર અશ્વિન કોટવાલ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોંગ્રેસના મેન્ડેટ વિરૂદ્ધ ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા બદલ તેમની સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
અલ્પેશ ઠાકોરને પ્રધાન થતા અટકાવવા કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં રિટ દાખલ કરાઈ - ahmedabad news today
અમદાવાદઃ વિધાનસભાની ટર્મ પુરી ન થાય ત્યાં સુધી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંને ચૂંટણી ન લડી શકે તેવી માંગ સાથે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. તેમને કોઈપણ પ્રકારનું પ્રધાનપદ પણ ન આપવામાં આવે તે માટે હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે.
![અલ્પેશ ઠાકોરને પ્રધાન થતા અટકાવવા કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં રિટ દાખલ કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4052730-1058-4052730-1565031594609.jpg)
હાઇકોર્ટમાં રિટ દાખલ
આ અગાઉ પણ અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને ગેરલાયક ઠેરવવા બાબતે રિટ દાખલ કરી હતી જેમાં હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી અરજી ફગાવી દીધી હતી ત્યારબાદ ફરી અશ્વિન કોટવાલ દ્વારા અલ્પેશ ઠાકોરને પ્રધાન પદ ન આપવામાં આવે તે અંગે હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.