કોંગ્રેસના ચૂંટણી પ્રચાર રથને આપવામાં આવી લીલીઝંડી - ahd
અમદાવાદઃ કોંગ્રેસ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં ગરીબ નાગરિકોને પ્રતિવર્ષ 72 હજાર રૂપિયા તેમના ખાતામાં જમા કરવાના તેમજ સરકારી નોકરીઓમાં 24 લાખ નોકરીઓ માટે પણ ચૂંટણી ઢંઢેરામાં વાત કરવામાં આવી હતી. એ વાતને લઈને કોંગ્રેસ દ્વારા અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતેથી પ્રચાર રથને લીલીઝંડી આપવામાં આવી હતી.
સ્પોટ ફોટો
ચૂંટણી ઢંઢેરામાં ગરીબ નાગરિકોને પ્રતિવર્ષ 72 હજાર રૂપિયા તેમના ખાતામાં આપવાની વાત કરવામાં આવી હતી. તેમજ સરકારી નોકરીઓમાં 24 લાખ નોકરીઓ માટે પણ ચૂંટણી ઢંઢેરામાં વાત કરવામાં આવી હતી. આ બંને મુદ્દાઓને જનતા સમક્ષ પહોંચાડવા માટે મોટા બેનરો સાથે પ્રચાર રથ તૈયાર કરવામાં આવ્યા છે. જેને શુક્રવારના રોજ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોષી, વિજય દવે અને ચેતન રાવલ સહિતના આગેવાનોએ પ્રચાર રથને લિલી જંડી આપી હતી, અને આ પ્રચાર રથ વિવિધ લોકસભા ક્ષેત્રોમાં ફરશે.