● કૃષિ કાયદાના વિરોધમાં 25 ડિસેમ્બરે કોંગ્રેસનો 'ચાલો ખેતરે, ચાલો ગામડે કાર્યક્રમ'
● ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના કાર્યક્રમ વિશે કહ્યું, ' ચાલો ખેતરે-ચાલો ગામડે, જૂઠાણું ફેલાવવા અને ગેરમાર્ગે દોરવા'
● કોંગ્રેસે પોતાના શાસનમાં 8 વર્ષ સુધી નર્મદા ડેમ પર દરવાજા મૂકવા ન દીધા - ભરત પંડ્યા
● 25 ડિસેમ્બરે ભાજપના નેતાઓ ગામડાઓમાં જઈને કૃષિ કાયદાના ફાયદાઓ ખેડૂતોને જણાવશે
કોંગ્રેસેનો કાર્યક્રમ : 'ચાલો ખેતરે, ચાલો ગામડે', ભાજપ પ્રવક્તાનો વળતો જવાબ, 'જૂઠાણું ફેલાવવા, ગેરમાર્ગે દોરવા' - કોંગ્રેસ
કૃષિ કાયદાને લઈને દિલ્હી, પંજાબ અને હરિયાણા ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ હવે મોડેથી સક્રિય થઇ છે. કોંગ્રેસે 25 ડિસેમ્બરના રોજ 'ચાલો ખેતરે, ચાલો ગામડે' કાર્યક્રમની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ગુજરાતના વિવિધ ગામડામાં જઈને ખેડૂતોને કૃષિ કાયદાના ગેરફાયદા વિશે જણાવશે. જેનો વળતો જવાબ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ આપ્યો હતો.
અમદાવાદઃ ભાજપ દ્વારા 25 ડિસેમ્બરે અટલજીના જન્મદિનને 'સુશાસન' દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. આ દિવસે વડાપ્રધાન દેશને સંબોધન કરશે અને 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ જમા કરાવશે. આ દિવસે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સાંસદો, ભાજપના ધારાસભ્યો અને કાર્યકરો આ કાયદાના ફાયદા ગામડેગામડે જઈને ખેડૂતોને સમજાવશે. સીએમ વિજય રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની આગેવાનીમાં રાજય સરકાર દ્વારા “કૃષિ કલ્યાણનાં 7 પગલાં” કાર્યક્રમ 248 સ્થાન પર યોજાશે.
● કોંગ્રેસ કેન્દ્રમાં હતી ત્યારે નર્મદા ડેમ પર દરવાજા મૂકવા દીધા નહીં
કોંગ્રેસના 'ચાલો ગામડે, ચાલો ખેતરે' કાર્યક્રમના વિરોધમાં બોલતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસે પોતાના સમયમાં ખેડૂતોના હિતને લઈને કોઈ કાર્ય કર્યું નથી. મનમોહનસિંહની સરકારમાં તેમને ગુજરાતના ખેડૂતો માટે નર્મદા યોજનાનું કામ અભેરાઈ પર ચડાવી દીધું હતું. સરદાર સરોવર ડેમ ઉપર દરવાજા મૂકવામાં પણ તે વખતના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની કેન્દ્રની સરકાર સામે આંદોલન કરવું પડ્યું હતું.