વાયરલ થયેલા વિડીયોમાં એક વ્યક્તિ મતદાર યાદીમાં નામ જોઇને તેના નામ સામે સહી કરી રહ્યો છે. જયારે બીજો વ્યક્તિ EVM મશીન પાસે ઉભો રહી વોટીંગ કરી રહ્યો છે. વિડીયોમાં જોવા મળતો વ્યક્તિ અમદાવાદ જીલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ હોવાનું સામે આવી રહ્યું છે.
બાવળામાં બોગસ વોટીંગનો વિડીયો વાયરલ થતા કોંગ્રેસે કરી તપાસની માંગ
અમદાવાદ: ૨૩ એપ્રિલના રોજ ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. અમદાવાદના બાવડાના બાપુપુરા ગામમાં બોગસ વોટીંગ થયું હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે કોંગ્રેસે આ અંગે તપાસની માંગ કરી હતી. આ અંગે ગુજરાતના ચુંટણી મુખ્ય ચુંટણી કમિશ્નરે ગાંધીનગર જીલ્લા ચુંટણી અધિકારીને તપાસના આદેશ આપ્યા છે.
કોંગ્રેસે કરી તપાસની માંગ
આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, આ એક ગંભીર બાબત છે. ચુંટણી પંચે આ બાબતે ગંભીરતા લેવી જોઈએ. આ ઉપરાંત જુનાગઢ ભાજપ સાંસદ સભ્યના PA મોટી રકમ અને દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા. માણાવદરમાં બુથ કેપ્ચરીંગ, અને હવે બોગસ મતદાન અંગે કોંગ્રેસ પાર્ટી ચુંટણી પંચ સામે ન્યાયિક તપાસની માંગ કરી છે. જ્યાં બોગસ વોટીંગ થયું છે. ત્યાં યોગ્ય પગલા લેવામાં આવે અને ફરી ચુંટણી યોજાઈ તેવી અમારી માંગણી છે.