અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરને મળવા ગયેલું કોંગ્રેસનું ડેલીગેશન એક કલાક રાહ જોઈ પરત ફર્યું - વિપક્ષ નેતા પરેશ ધાનાણી
કોરોના વાઈરસના વધતા જતા સંક્રમણને લઈને દર્દીઓની થઈ રહેલી સારવાર અને અન્ય માહિતી મેળવવા તથા મદદ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ડેલીગેશન સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડેન્ટ અને ડોકટરોને મળવા પહોંચ્યા હતા. પરંતુ 1 કલાક જેટલો સમય રાહ જોયા છતાં કોઈ ડોકટર મળવા ન આવતા ડેલીગેશન પરત ફર્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરને મળવા ગયેલા કોંગ્રેસનું ડેલીગેશન એક કલાક રાહ જોઈ પરત ફર્યુ
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, ઇમરાન ખેડવાલા, હિંમતસિંહ પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા હતા. આ તમામ નેતાઓનું ડેલીગેશન સિવિલ હોસ્પિટલમાં ડૉ. પ્રભાકર, ડો.જે.પી.મોદી અને અન્ય ડોકટરોને મળવા તથા 1,200 બેડની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફને પ્રોત્સાહન આપવા પહોંચ્યા હતા.