અમદાવાદ: અપક્ષ કોર્પોરેટર કાળું ભરવાડે છેલ્લી ઘડીએ પોતાની દાવેદારી નોંધાવી છે અને કાળુ ભરવાડ કોંગ્રેસના પ્રદેશના નેતાઓ સાથે બેઠક પણ કરેલી છે. એટલું જ નહીં કાળું ભરવાડ કોંગ્રેસમાં જોડાઈ અને વટવા વિધાનસભા લડી શકે છે .એટલે એક રીતે કહેવાય કે કોંગ્રેસ દ્વારા વટવા વિધાનસભા માટે એક માસ્ટર સ્ટ્રોક ખેલવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કાળું ભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું. અને કોંગ્રેસ પાર્ટીની (Congress Party) સાથે છું. મેં વટવા વિધાનસભાના (Vatva seat) ભારતીય રાજકીય કૉંગ્રેસ વતી ટિકિટ માંગી છે. જો કોંગ્રેસ મને ટિકિટ આપશે તો હું 60,000 વધારે વોટ કરતા જીતી શકું છું. મારા દિલમાં અને ખૂનમાં પણ કોંગ્રેસે જ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વટવા સીટ માટે કોંગ્રેસ ખેલી શકે છે માસ્ટર સ્ટ્રોક - કોંગ્રેસ પાર્ટી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly elections) થોડોક જ સમય બાકી છે ત્યારે બધી રાજકીય પાર્ટીઓ દ્વારા એક પછી એક પક્ષ પલટા કરવામાં આવી રહ્યા છે તો અમુક પાર્ટીઓને ગઠબંધન પણ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ કોંગ્રેસ સાથે જોડાયેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એનસીપી સાથેના ગઠબંધન પછી કોંગ્રેસ હવે એક નવો દાવ ખેલી શકે છે. કોંગ્રેસ દ્વારા વટવા વિધાનસભા પર એક નવો દાવ ખેલવામાં આવી શકે છે.
![ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વટવા સીટ માટે કોંગ્રેસ ખેલી શકે છે માસ્ટર સ્ટ્રોક Etv Bharatગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વટવા સીટ માટે કોંગ્રેસ ખેલી શકે છે માસ્ટર સ્ટ્રોક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16917094-thumbnail-3x2-ad.jpg)
રાજકીય કારકિર્દી:કાળુ ભરવાડના રાજકીય કારકિર્દીની વાત કરીએ તો કાળુ ભરવાડ પહેલા કોંગ્રેસમાં હતા. કોંગ્રેસમાં તેઓની ટિકિટ ન મળતા તેઓએ લાંભા અપક્ષ દાવેદારી કરી હતી અને લાંભા વોર્ડના તેઓ પક્ષના કાઉન્સિલર છે અને હવે ફરી એકવાર તેઓ કોંગ્રેસમાં જોડાવા માંગે છે. અને વટવા વિધાનસભા થી ટિકિટની માંગ કરી રહ્યા છે તેને જોતા લાગી રહ્યું છે કે કોંગ્રેસ જો તેમને વટવાથી ટિકિટ આપીને નવો દાવ ખેલી શકે છે. અત્રે નોંધનીય છે કે ગઈ કાલે જ કોંગ્રેસ દ્વારા ત્રણ બેઠકો ઉપર એનસીપી સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે ત્યારે જો આ બેઠક ઉપર પણ જો કોંગ્રેસ દ્વારા રાજકીય દાવ ખેલવામાં આવે તો નવાઈ નહીં.