ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરમગામ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત - Viramgam Municipality

વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત તથા મંજૂર થયેલા નગરપાલિકા દ્વારા વિવિધ વોર્ડમાં અંદાજીત રકમ રૂપિયા 165 લાખના કુલ 24 વિકાસના કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાખના ખર્ચે થનારા કુલ 71 કામોની જાહેરાત કરવામાં આવી હતી.

વિરમગામ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત
વિરમગામ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત

By

Published : Jan 6, 2021, 12:20 PM IST

  • અમદાવાદ જિલ્લા અધ્યક્ષ હર્ષદગીરીના હસ્તે વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત
  • વિરમગામના મંજૂર થયેલા કામોની જાહેરાત કરવામાં આવી
  • ખાતમુહૂર્તના કાર્યક્રમમાં કુલ 71 કામોની જાહેરાત કરવામાં આવી

અમદાવાદઃવિરમગામ નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત તથા મંજૂર થયેલા નગરપાલિકા દ્વારા વિવિધ વોર્ડમાં અંદાજીત રકમ રૂપિયા 165 લાખના કુલ 24 વિકાસના કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાોય હતો. આ કાર્યક્રમમા અંદાજિત લાખના ખર્ચે થનારા કુલ 71 કામોની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામીના વરદહસ્તે શહેરમાં વિવિધ લક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.

વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત

વિરમગામ શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત વિવિધ વોર્ડમાં રકમ રૂપિયા 165 લાખના કુલ 24 વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત હર્ષદગીરી ગોસ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

વિરમગામ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત

કુલ 71 કામોની જાહેરાત

વિરમગામ મોટી વ્યાસ ફ્ળી, મોઢની વાડી, શહીદ બાગની અંદર હર્ષદગીરી ગોસ્વામીના વરદ હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું અને શહીદ બાગની અંદર જાહેર સભામાં પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, નરેશભાઇ શાહ, કિરીટસીંહ ગોહિલ, નવદીપસિંહ ડોડીયા, રીનાબેન પંડ્યા, હિતેશ મુનસરા, નિલેશભાઈ ચૌહાણ, નગરપાલિકા ચીફ ઓફિસર અને કાઉન્સિલરો, નગરપાલિકા કર્મચારી ગણ, ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો, ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસના કામ મહત્વની કડી

હર્ષદગીરીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં નગરપાલિકા માટે વિકાસના કામો મહત્વની કડી હોય છે. રાજ્ય અને દેશની અંદર વિકાસ માટે કટિબંધ વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદીની સરકાર જ્યારે વિકાસ માટે આટલો બધો ભાર આપતી હોય અથવા આટલા બધા નાણા ખર્ચતી હોય, ત્યારે આ વિકાસના સાચા ફળ નાગરિકો સુધી પહોંવા જોઇએ. નગરપાલિકામાં ચૂંટાયેલા નગરના સદસ્યોનું નગરસેવકોની પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ.

યોજનાઓનો લાભ તમામ નાગરિક મળવો જોઇએ

જે કામો નક્કી થયા છે. જે કામોનું ખાતમુહૂર્ત થઈ રહ્યા છે અથવા તો જે કામો આગળની પ્રોસેસમાં પડ્યા છે એ કામો ઝડપથી મંજૂર થઈ લોકોની વચ્ચે પહોંચે લોકોને પોતે આ નગરમાં ટેક્સ આપે છે વેરો ભરે છે નરેન્દ્ર મોદી અને રૂપાણી સરકાર જે રીતે વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી રહી છે. આ તમામ યોજનાઓનો લાભ તમામ નાગરિકને મળે તે માટે આપણે બધાએ કટિબંધ રહેવું જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details