અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં અસરગ્રસ્ત દેશોમાંથી આવેલા લોકો પૈકી 611 વ્યક્તિઓએ 14 દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પૂર્ણ કરતાં આરોગ્ય સહિત સમગ્ર જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. સતીષ મકવાણાએ આ માહિતી આપી હતી..
અમદાવાદ જિલ્લામાં 611 વ્યક્તિઓનો 14 દિવસનો ક્વોરેન્ટાઈન પિરિયડ પૂર્ણ, 52 હોમ ક્વોરન્ટાઈન હેઠળ - કોવિડ-19
કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના યોદ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહો” ધ્યેયમંત્રના પ્રચાર સાથે સમગ્ર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે જેવી સઘન આરોગ્ય વિષયક કામગીરી ઉપરાંત શંકાસ્પદ કોરોના દર્દીઓના સેમ્પલ લેવા જેવી કામગીરી કરાય છે.
તેમણે જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં વિદેશથી આવેલા કુલ 663 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયાં હતાં, તે પૈકી 611 વ્યક્તિઓએ આ સમય પૂર્ણ કરતાં હજી 52 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે. અમદાવાદ જિલ્લામાં શંકાસ્પદ કોરોના દર્દીઓના લેવાયેલા 4 સેમ્પલ પૈકી તમામ સેમ્પલ નેગેટીવ આવ્યાં છે.
અત્યાર સુધી લેવાયેલ કુલ સેમ્પલ પૈકી 2 સેમ્પલ પોઝિટિવ તથા 47 સેમ્પલ નેગેટિવ આવ્યા છે, જ્યારે પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા પૈકી 11 વ્યક્તિઓ ફેમિલી કોન્ટેક્ટ, 49 વ્યક્તિઓ કોમ્યુનિટી કોન્ટેક્ટ તથા 10 વ્યક્તિઓ હોસ્પિટલ કેર કોન્ટેક્ટ અન્વયે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.