અમદાવાદઃવિકાસ દુબે બાદ અતિક અહેમદને લઈને ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તારીખ 28 માર્ચના રોજ પ્રયાગરાજ કોર્ટમાં અતિક અહેમદની પેશવી છે. જેને લઈ ઉત્તર પ્રદેશ પોલીસ સાબરમતી જેલ સુધી પહોંચી હતી. રવિવારે સાંજના સમયે પૂરતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એમને પોલીસની વજ્ર વાનમાં બેસાડીને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સુધી લઈ જવા માટે રૂટ ગોઠવવામાં આવ્યો હતો. જોકે, પોલીસે આ કેસમાં કોઈ પ્રકારના રૂટની સ્પષ્ટતા કરી નથી.
આ પણ વાંચોઃ Gangster Atiq Ahmed: અતિક અહેમદને લઈને UP પોલીસ અમદાવાદથી પ્રયાગરાજ રવાના
કોણ છે અતીક અહેમદઃઅતીક અહેમદ ઉત્તર પ્રદેશનો ભારતીય રાજકીય નેતા છે. પરંતુ તેમનું નામ ઘણીવાર ક્રાઈમના ચોપડે આવી જતા નેતામાંથી કુખ્યાત ગુંડો બની ગયો હતો. ગુનાખોરીના નેતાઓમાં ગણવામાં આવે છે. એક સમય હતો. જ્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજમાં એક સમયે ક્રાઈમની દુનિયામાં અતિકનો ડંકો વાગતો હતો. એના પર 100થી વધારે મર્ડર અને અપહરણ તથા ખંડણી લેવાના કેસ નોંધાયેલા છે.
સૌથી વધારે કેસઃ સૌથી વધારે કેસ પ્રયાગરાજમાં થયેલા છે. ત્યાર બાદ બિહારમાં પણ એની સામે ફરિયાદ થયેલી છે. જ્યારથી તેણે રાજકારણમાં એન્ટ્રી કરી ત્યારથી તેણે પાછું વળીને ક્યારેય જોયું નથી. સત્તા પર રહીને ખોટું કામ કરતો હતો. પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી કારણ કે તાજેતરમાં તેનું નામ રાજુ પાલ અને ઉમેશ પાલની હત્યા કેસમાં સામે આવ્યું હતું. અત્યાર સુધી એની સામે થયેલી કેસમાં પુરાવાઓ મળ્યા નથી આ સાથે કેટલીક વખત સાક્ષીઓ ફરી જતા કેસ બંધ કરવો પડે એવી સ્થિતિ હતી.
આ પણ વાંચોઃ Umesh Pal Murder Case: ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા
પ્રારંભિક જીવનઃઆરોપી અતીક અહેમદના પિતા ફિરોઝ અલ્હાબાદ રેલ્વે સ્ટેશન પર કામ કરતા હતા. પિતા આ પ્રકારનું કામ કરે એ અતિકને પસંદ ન હતું. જેના કારણે તેણે રાજનીતિમાં પ્રવેશ કરીને દાદાગીરી કરવાનું ચાલું કરી દીધું હતુ. તેણે 17 વર્ષની ઉંમરે પહેલીવાર કોઈનું ઢીમ ઢાળી દેતા પોલીસ કેસ થયો હતો. આ પછીથી તેની ક્રાઈમની કુડલી એકદમ મજબુત બનતી રહી.
ખૌફ હતોઃ આ પછી, તે દરેક જગ્યાએ પોતાનો ખૌફ બતાવવા લાગ્યો હતો. ખોટી રીતે પૈસા લેવાથી લઈને ધમકી સુધીના ગુનામાં એનું નામ ઉત્તર પ્રદેશ તેમજ બિહારની પોલીસ ડાયરીમાં બોલે છે. વિરુદ્ધ 100થી વધારે કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા, અપહરણ, સરકારી કામમાં ભ્રષ્ટાચાર, શાંતિ ભંગ, લાયસન્સવાળા હથિયારોનો દુરુપયોગ, ગુંડાગીરી ધમકી વગેરે જેવા ગુનમાં એનું નામ બોલે છે.
આ પણ વાંચોઃ Umesh Pal murder case: બરેલી અને ચિત્રકૂટ જેલમાં કરાઈ ગેરકાયદેસર સભાઓ
યુપીમાં કેસ નોંધાયાઃ માત્ર અતિક અહેમદ જ નહીં એની પત્ની અને પુત્ર સામે પણ પોલીસ કેસ થયેલા છે. ઉત્તર પ્રદેશ પોલીસ એની પત્નીને શોધી રહી છે. જ્યારે પુત્ર પણ ફરાર છે. તમામ કેસ પ્રયાગરાજ લખનૌ, કૌશામ્બી, ચિત્રકૂટ, દેવરિયાના અલગ-અલગ રાજ્યોમાં નોંધાયા છે.
રાજકારણ એન્ટ્રીઃ અતીક અહેમદે વર્ષ 1989માં પ્રયાગરાજ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે નામ નોંધાવી દીધું હતું. જેના માટે તેમને અપક્ષ ઉમેદવારની બેઠક પરથી ચૂંટણી લડી હતી. પણ પ્રજાનો નેતા ક્યારે ગુંડો બની ગયો એની કોઈને ખબર ન પડી. અહીંથી તેણે પોતાના જીવનની એક નવી અને અલગ દિશામાં જવાનું ચાલું કર્યું હતું. તેઓ આ બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય તરીકે રહ્યો હતો.