વકીલ ધર્મેશ ગુર્જર દ્વારા પોલીસ કમિશ્નરને કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં 11 મુદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સુરેશ સિંગલ અલ્પેશને ચુંટણી લડતા અટકાવવા માટે દિલ્હીના ત્રણ મોટા નેતાઓના ઈશારે કામ કરી રહ્યો હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. 50 કરોડ રૂપિયા લઈ સિંગલે કેસ પાછો ખેંચ્યો હોવાનો વકીલે દાવો કર્યો છે. વર્ષ 2007 થી 2012 વચ્ચે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન મોદી અને આશારામ બાપુને જમીન કૌભાંડ કરી લાભ કરાવવાનો પણ સુરેશ સિંગલ પર આક્ષેપ કરાયો છે.
અલ્પેશ ઠાકોર સામે અરજી કરનાર સામે તેના વકીલે જ કરી ફરિયાદ - અલ્પેશ ઠાકોર સામે અરજી
અમદાવાદ : કોગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરીને આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચુંટણી લડતા અટકાવવા માટે હાઈકોર્ટમાં કરવામાં આવેલી રિટ બુધવારે પરત ખેંચી લેવામાં આવી છે. ત્યારે કોર્ટની બહાર અરજદાર સુરેશ સિંગલ અને તેમના વકીલ ધર્મેશ ગુર્જર વચ્ચે થયેલા શાબ્દિક યુદ્ધ મુદે વકીલ ધર્મેશ ગુર્જરે સિંગલ વિરૂધ અમદાવાદ પોલીસ કમિશ્નર અને DGPને લેખિત ફરિયાદ કરી છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ મુદે હાઈકોર્ટમાં રિટ દાખલ કરવાની હતી. જોકે છેલ્લી ઘડીએ એમ ન કરવાનું જણાવ્યું હતું. તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગતા તપાસની જરૂર છે. એટલું જ નહી સિંગલ પર હથિયારોનું બ્લેક-મેઈલિંગ કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં જ્યારે આ રિટ પેન્ડિંગ હતી. ત્યારે અરજદાર સિગંલના વકીલ ગુર્જરે અરજી પરત ખેંચી લેવા મુદે તેને 11 કરોડ રૂપિયાની ઓફર આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અરજદાર સિંગલે લાઈવ ટીવી ચેનલ પર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અને ત્યારબાદ વકીલ ગુર્જર કેસ છોડવાના મુડમાં હતા. જોકે સમજાવટ બાદ કેસમાં ઉપસ્થિત થયા અને અરજદાર તરફે અલ્પેશ ઠાકોરની સામે કોઈ પુરાવા રજુ ન કરતા રિટ પાછી ખેંચી લેવામાં આવી હતી.