ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર સામે વધુ એક ફરિયાદ, ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડી

અમદાવાદમાં તાજેતરમાં જ પુત્રવધૂએ કરેલી ફરિયાદ બાદ પોપ્યુલર બિલ્ડર ગ્રુપના રમણ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે. તેમના અને પરિવારના સભ્યો વિરોધ વધુ એક ફરિયાદ નોધાઇ છે. જેમાં ખોટી પાવર ઓફ એટર્ની બનાવી ક્રેડિટ સોસાયટી બનાવી નામ બદલી પરિવારના સભ્યોના નામે જમીન કરી દીધી છે.

ahmedabad
અમદાવાદ

By

Published : Oct 18, 2020, 12:59 PM IST

  • અમદાવાદના બિલ્ડર રમણ પટેલ ફરી ચર્ચામાં આવ્યા
  • પરિવારના સભ્યો વિરોધ વધુ એક ફરિયાદ નોંધાઇ
  • કાવતરું રચીને પરિવારના સભ્યોના નામે જમીન કરી દીધી

અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચંચળબેન નામની મહિલાએ પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલ, છગનભાઈ, કોકિલાબેન, દશરથભાઈ, માયુરિકાબેન, લતાબેન, સરિતાબેન, ક્રીનેશ, પ્રથમેશ વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં થલતેજમાં સર્વે 465-1 અને 464-2 વાડી જમીનની ખોટી પાવર ઓફ એટર્ની બનાવી સરસ્વતી સ્મૃતિ સમુદાય ખેતી સહકારી મંડળીના નામે દસ્તાવેજ કર્યો હતો.

પરિવારના સભ્યોના નામે જમીન

દસ્તાવેજ પોતાના નામે કર્યા બાદ હાઉસિંગ સોસાયટી રદ થતાં સારંગ સોસાયટીના નામે પોતાના પરિવારને લાભ મળે તે માટે કાવતરું રચીને પરિવારના સભ્યોના નામે જમીન કરી દીધી હતી. હાલ વસ્ત્રાપુર પોલીસે કલમ 406, 420,465,468, 471, 120(b) તથા 34 મુજબ ગુનો નોંઘ્યો છે અને તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ થઇ હતી અટકાયત

આ અગાઉ પણ રમણ પટેલ અને તેમના પુત્ર વિરુદ્ધ પુત્રવધૂને માર મારી, અપહરણ અને હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો હતો. જેથી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details