ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ : સેનાના જવાને યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું - અમદાવાદ એરપોર્ટ પોલીસ

અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં સેનામાં ફરજ બજાવતા જવાન સામે ફરિયાદ નોધાઇ છે. જેમાં યુવતી સાથે શારીરિક સબંધ બનાવ્યા બાદ લગ્નની લાલચ આપી હતી. પરંતુ લગ્ન કર્યા નહોતા અને પોતાની ફરજ માટે પરત ફર્યો ત્યારે જવાનના પરિવારજનો પણ યુવતીને ત્રાસ આપતા હતા. જે સમગ્ર મામલે યુવતીએ ફરિયાદ નોધાવી છે.

અમદાવાદ : સેનાના જવાને યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
અમદાવાદ : સેનાના જવાને યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

By

Published : Dec 18, 2020, 5:52 PM IST

  • સેનાના જવાન વિરુદ્ધ ફરિયાદ
  • લગ્નની લાલચ આપી બાંધ્યા શારીરીક સબંધ
  • લગ્ન ના કરતા યુવતીએ નોધાવી ફરિયાદ

અમદાવાદ : શહેરના એક પોલીસ સ્ટેશનમાં સેનામાં ફરજ બજાવતા જવાન સામે ફરિયાદ નોધાઇ છે. જેમાં યુવતી સાથે શારીરિક સબંધ બનાવ્યા બાદ લગ્નની લાલચ આપી હતી. પરંતુ લગ્ન કર્યા નહોતા અને પોતાની ફરજ માટે પરત ફર્યો ત્યારે જવાનના પરિવારજનો પણ યુવતીને ત્રાસ આપતા હતા. જે સમગ્ર મામલે યુવતીએ ફરિયાદ નોધાવી છે.

અમદાવાદ : સેનાના જવાને યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

શું હતો સમગ્ર મામલો?
એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોધાવેલી ફરિયાદ મુજબ તેને એક અમિત મકવાણા નામના યુવક સાથે પ્રેમ સબંધ હતો. યુવક સેનામાં ફરજ બજાવતો હતો. ત્યારે યુવક અને યુવતી વચ્ચે અવારનવાર શારીરિક સબંધ બન્યા હતા. બાદમાં યુવકે યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી હતી.
લગ્ન ના કરીને યુવતીને આપ્યો ત્રાસ
યુવકે યુવતી સાથે લગ્ન કર્યા નહોતા અને પોતાની ફરજ પર પરત ફર્યો હતો. ત્યારે યુવતી યુવકના ઘરે હતી. તે દરમિયાન યુવકના માતા-પિતા યુવતીને ત્રાસ આપતા હતા. જે મામલે કંટાળીને યુવતીએ સામાજિક સંસ્થાની મદદ લઈને પોલીસ ફરિયાદ નોધાવી હતી. એરપોર્ટ પોલીસે સમગ્ર મામલે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોધી છે. તેમજ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details