ગુજરાત

gujarat

ETV Bharat / state

કાંકરિયામાં રાઈડ તૂટવા મામલે 6 લોકો સામે ફરિયાદ, CMએ આપ્યા તપાસના આદેશ - Ride

અમદાવાદ: કાંકરિયામાં રાઈડ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 2 વ્યક્તિઓના મોત થયા હતા અને 27 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે તપાસ કરતા પોલીસે કુલ 6 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ સમગ્ર ઘટના અંગે CM વિજય રૂપાણી દુખ વ્યક્ત કર્યું હતું. CMએ તપાસના આદેશ આપ્યાં છે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થશે. ભવિષ્ય આવી ઘટનાઓ ઘટે નહીં તે માટે પગલા લેવાશે. સાતમ આઠમના મેળાઓ પણ કાળજી રાખવામાં આવશે. આ પ્રકારની નાની મોટી રાઈટ ચાલતી હોય છે, ત્યારે પૂરતી ચકાસણી સાથે તેમને મંજૂરી આપવામાં આવશે. વખતો વખત તેનું નિરીક્ષણ અને તપાસ થાય તેવા પગલાં લેવામાં આવશે.

ahd

By

Published : Jul 15, 2019, 10:24 AM IST

Updated : Jul 15, 2019, 11:07 AM IST

પોલીસે આ મામલે IPC કલમ 304,114 મુજબ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પોલીસ અને કોર્પોરેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાઈડ ઓપરેટર અને માલિક ઘનશ્યામભાઈની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. અંતે મોડી રાતે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી હતી. આ અંગે પાર્કના ડાયરેક્ટર ઘનશ્યામભાઈ પટેલ અને મેનેજર તુષાર ચોકસી, ઓપરેટર યશ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા, મહેન્દ્ર પટેલ, કિશન મહંતી, હેલ્પર મનીષ વાઘેલા સામે ફરિયાદ નોંધી છે. ઉપરાંત તપાસ દરમિયાન જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી કલમ 304 અને 114 હેઠળ ફરિયાદ નોંધી છે.

રાઈડ અંગે એવું પણ જાણવા મળ્યું હતું કે, 6 જુલાઈએ જ રાઈડ્સના મેન્ટેનેન્સ અંગે રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાઈડના નટ બોલ્ટ અને અન્ય ભાગ બદલવાના છે. તેમ છતાં ચકાસણી કર્યા વિના જ રાઈડ ચાલુ રાખી હતી. જેના પરિણામે દુર્ઘટના સર્જાઈ છે.

Last Updated : Jul 15, 2019, 11:07 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details