ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં જમીન પચાવી પાડવાના કેસમાં 24 ઇસમો સામે નોંધાશે ફરિયાદ - Complain against 24 people

અમદાવાદ: કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા જમીન તકેદારી સમિતિ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જમીન ખોટી રીતે પચાવી પાડનાર લોકોની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવતા 24 સામે FIR નોંધવા અમદાવાદ જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ સૂચના આપી છે.

જમીન પચાવી પાડવાના કેસમાં 24 સામે નોંધાવાશે ફરિયાદ: કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડે

By

Published : Jul 25, 2019, 8:15 PM IST

આજ કાલ જમીન પચાવી પાડવાના કિસ્સા ઘણી જગ્યાએ પ્રકાશમાં આવે છે. લોકો ગેરકાયદેસર જમીન પચાવીને ચણતર ઉભું કરી દે છે. ત્યારે સરકાર ગેરકાયદેસર રીતે જમીનને પચાવી પાડનારાઓ સામે સરકારે લાલ આંખો કરી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે.

વધુમાં જણાવીએ તો,જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલી આ બેઠકમાં જમીન અંગેની ફરિયાદોની સમીક્ષા ડૉ. વિક્રાંત પાંડે દ્વારા કરવામાં આવી હતી. જમીનના ખોટા દસ્તાવેજો સહિત વિવિધ કિસ્સાઓમાં ખોટી રીતે પચાવી પાડવાનું પ્રાથમિક તપાસમાં જણાતાં જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડેએ આ સૂચના આપી હતી.

જિલ્લા તકેદારી સમિતિમાં 65 કેસની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાંથી 61 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે 4 કેસોમાં સમાધાન થયું હતું. આ બેઠકમાં નિવાસી જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા તેમજ પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details