છેલ્લાં બે દિવસથી અમદાવાદમાં દુર્ગંધ આવવાનાં મુદ્દે કમિશનરે કર્યો ઘટસ્ફોટ, જાણો શું હતી વિગત
બે દિવસથી રાતે નવ વાગ્યા પછી ફેલાતી દુર્ગધથી હેરાન પરેશાન થઈ ગયાં હતાં. આ બાબતે લોકોએ ફાયરબ્રિગેડને કેમિકલ અથવા ગેસ લિકેજની ફરિયાદ કરી હતી. જેને પગલે ફાયરબ્રિગેડની ટીમે બે વિસ્તારમાં તપાસ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર વિજય નહેરાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ખોરજ ICD ડેપોમાં લાગેલી આગમાં દવાનો જથ્થો સળગતા શહેરમાં દુર્ગંધ ફેલાઈ હતી.
અમદાવાદ: બે દિવસથી રાતે નવ વાગ્યા પછી ફેલાતી દુર્ગધથી અમદાવાદીઓ હેરાન પરેશાન થઈ ગયાં હતાં. લોકો ઉંઘી પણ શકતાં ન હતાં.દુર્ગંધ ફેલાતા લોકોએ ફાયરબ્રિગેડને કેમિકલ અથવા ગેસ લિકેજની ફરિયાદ કરી હતી. જેને પગલે ફાયરબ્રિગેડની ટીમે બે વિસ્તારમાં તપાસ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર વિજય નહેરાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ખોરજ ICD ડેપોમાં લાગેલી આગમાં દવાનો જથ્થો સળગતા શહેરમાં દુર્ગંધ ફેલાઈ હતી. ખોડિયાર પાસે કન્ટેનરમાં લાગેલી આગ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. રાત્રે તાપમાન નીચું હોવાથી ગંધ આવે છે. આગામી બે દિવસમાં દુર્ગંધ બંધ થઈ જશે તેવું જણાવ્યું હતું.
કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, ખોડિયાર કન્ટેનર ડેપોમાં દવાનો જથ્થો સળગ્યો હતો. દવા સળગવાથી શહેરમાં રાત્રે ગંધ આવતી હતી. જેના પર બે ત્રણ દિવસમાં કાબૂ આવી જશે. આ તીવ્ર દુર્ગંધ બે દિવસ પહેલાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા ખોરજ ગામમાં કન્ટેનર ડેપોના કેમિકલના કન્ટેનરમાં લાગેલી આગ કારણે ફેલાઈ હોવાનું અનુમાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લગાવવામાં આવ્યું હતું. આ અંગે GPCBએ ટ્વીટ કરી માહિતી આપી છે કે ખોરજ ICD ડેપોમાં લાગેલી આગના કારણે આ દુર્ગંધ ફેલાઈ છે. જે અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના બોપલ, પાલડી, પ્રહલાદનગર, એસજી હાઇવે, વસ્ત્રાપુર,ગોતા સહિતના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી રાતે જંતુનાશક દવા જેવી દુર્ગંધ ફેલાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ અંગે AMC કમિશનર વિજય નહેરાએ જણાવ્યું છે. આ તીવ્ર દુર્ગંધ બે દિવસ પહેલા વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા ખોરજ ગામમાં કન્ટેનર ડેપોના કેમિકલના કન્ટેનરમાં લાગેલી આગ કારણે ફેલાઈ હોવાનું અનુમાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લગાવવામાં આવ્યું હતું.