અમદાવાદઃચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ (Ahmedabad pre monsoon operations)કરી દેવામાં આવી છે. શહેરના7 ઝોન મુખ્ય સેન્ટ્રલ કન્ટ્રોલરૂમ શરૂ (7 Zone Main Central Controlroom)કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદના પાલડીમાં આવેલા મુખ્ય કન્ટ્રોલ ચોમાસામાં શહેરીજનોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 24 કલાક CCTV કેમેરા શહેરના દરેક ખૂણાની નજર રહેશે.
આ પણ વાંચોઃAhmedabad Summer Epidemic : અમદાવાદની બજારમાં મે માસમાં બિમારી મહેમાન ગતિએ
ફરિયાદ નોંધાતા તાત્કાલિક નિકાલ આવશે -ડે. સીટી ઇજનેરી ઇન્ચાર્જ નિમિશ શાહે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાલડીમાં મુખ્ય કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. આગામી 2 દિવસમાં દરેક ઝોનમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામા આવશે. આ દરેક કન્ટ્રોલ રૂમમાં વરસાદી પાણી ભરવાની ફરિયાદ, ભુવા પડવાની ફરિયાદ, વરસાદમાં કોઈ મકાન કે વૃક્ષ પડવાનીફરિયાદ નોંધવામાં આવશે. જેના તત્કાલિક નિકાલ પણ કરવામાં આવશે.