ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં બે દિવસમાં શીતલહેર આવશે, 3 ડિગ્રી સુધી ઘટશે તાપમાન - Gujarat Weather news

અમદાવાદ : ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. દિલ્હી, જમ્મુ કશ્મીર, દ્વાસ અને હિમાચલ પ્રદેશમાં એકાએક લઘુત્તમ તાપમાન ઘટી ગયું છે. જેને પગલે ગુજરાતમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેમજ વધુ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને ઠંડા પવનો પણ ફૂંકાશે. ગુરૂવારના વહેલી સવારે નલીયા 5.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

cold wave
અમદાવાદ

By

Published : Dec 26, 2019, 6:15 PM IST

ઉત્તર ભારતમાં થઈ રહેલ હીમવર્ષાને કારણે ઉત્તર તરફથી વાતા ઠંડા પવનો ગુજરાત તરફ ફંટાયા છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો હજી વધુ ઘટાડો થશે. તેમજ કડકડતી ઠંડી પણ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શીતલહેરની અસર હોવાથી આગામી દિવસોમાં ઠંડા સુકા પવનો ફૂંકાશે. જેમાં કામ સિવાય કોઈએ રાત્રે અથવા વહેલી સવારે બહાર નીકળવુ નહિં અને ગરમ કપડા ખાસ પહેરવા. 26 ડીસેમ્બરને ગુરુવારે નલીયા 5.2 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુગાર રહ્યું હતું. તે પછી ભૂજ 10 ડિગ્રી, કંડલા 11.2 ડિગ્રી, ડીસા 11.6 ડીગ્રી, રાજકોટ 11.7 ડિગ્રી અને અમરેલી 12.5 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડા રહ્યા હતા.

ગુજરાતના વિવિધ શહેરોનું લઘુત્તમ તાપમાન :-

નલીયા 5.2 ડિગ્રી
ભૂજ 10 ડિગ્રી
કંડલા 11.2 ડિગ્રી
ડીસા 11.6 ડિગ્રી
રાજકોટ 11.7 ડિગ્રી
અમરેલી 12.5 ડિગ્રી
અમદાવાદ 14.4 ડિગ્રી
વડોદરા 15.8 ડિગ્રી
સુરત 17 ડિગ્રી
ભાવનગર 14.6 ડિગ્રી
સુરેન્દ્રનગર 14 ડિગ્રી
પોરબંદર 13 ડિગ્રી

ABOUT THE AUTHOR

...view details