હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ અને મધ્યપ્રદેશ અને તેના પાડોશી સમુદ્રથી 1.5કિમિ ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે આગામી 48 કલાક દરમિયાન ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. સરેરાશ લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ઠંડીનો ચમકારો વધારે જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના 6 રાજ્યોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે એટલે કે હજુ ઠંડી વધાવની સાંભવના છે.
અમદાવાદમાં ઠંડીમાં મહદઅંશે ઘટાડો, હજુ 2 દિવસ કોલ્ડવેવની આગાહી
અમદાવાદ: દેશના ઉત્તરપૂર્વના વિસ્તારોમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ડીસામાં 7.5.ડીગ્રી સાથે ઠંડો પ્રદેશ નોંધાયો છે જ્યારે અમદાવાદમાં 12.3 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. એટલે કે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે પણ હજુ આગામી 2 દિવસમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.
અમદાવાદમાં ઠંડીમાં થયો ઘટાડો
હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું લઘુત્તમ તાપમાન છેલ્લાં 4 દિવસમાં 3 ડિગ્રી ગગડ્યું હતું. નલિયા બાદ ડીસા 7.5 ડિગ્રી સાથે બીજા ક્રમનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે.