- અમદાવાદ એરપોર્ટ પર ઝેરી કોબ્રા સાપ ઘૂસ્યો
- ACના બોક્સ પર બેઠો હોવાનું કર્મચારીને ધ્યાને આવ્યું
- વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન દ્વારા સાપનું રેસ્ક્યુ કરાયું
અમદાવાદ : ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2માં દિવાલ પર લગાવેલા ACના બોક્સ ઉપર કોબ્રા બેઠો હોવાનું કોઈ કર્મચારીના ધ્યાને આવ્યું હતું. જેથી તેણે તત્કાલિક હાજર અન્ય કર્મચારીઓનું ધ્યાન દોરતા અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે કોબ્રાને રેસ્ક્યુ કરવા વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશનના કર્મચારીઓનો સંપર્ક કર્યો હતો.
લોકોને બહાર કાઢી કોબ્રાને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી
જેના પગલે ફાઉન્ડેશનના કર્મચારીઓ ગણતરીની મિનિટોમાં ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે ત્યાં હાજર અન્ય લોકોને બહાર કાઢીને કોબ્રાને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી હતી. કોબ્રાને રેસ્ક્યુ કર્યા પછી વન વિભાગના અધિકારીઓ સાથે મળી તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ આ કોબ્રા ક્યાંથી આવ્યો તે અંગે પણ ત્યાં હાજર કર્મચારીઓ વચ્ચે ચર્ચાનો વિષય રહ્યો હતો.