અમદાવાદ: ગુજરાતમાં ટેસ્ટ્ની સંખ્યા દર દસ લાખ વ્યક્તિ દીઠ ભારતમાં થતા સરેરાશ ટેસ્ટ્સ કરતા ક્યાંય વધુ છે. 16 મે સુધીમાં અમદાવાદમાં 52,377 ટેસ્ટ થયા છે જે મુજબ દર મિલિયન (દસ લાખ) લોકો દીઠ 6419 છે.
ગુજરાતમાં કોરોના ટેસ્ટ્ની સંખ્યા ઘટી નથી, રાષ્ટ્રીય સરેરાશ અને બીજા રાજ્યો કરતા ઉંચી ટકાવારી: CM વિજય રૂપાણી - CM વિજય રૂપાણી
ટ્વિટર પર કોંગ્રેસના નેતા અહેમદ પટેલે લખ્યુ હતું કે, ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ્ની સંખ્યા સતત ઘટી રહી છે અને એ રાષ્ટ્રીય પોલિસીની વિરુદ્ધ છે. તેના જવાબમાં CM વિજય રૂપાણીએ તત્કાળ ટ્વિટર પર જ જવાબ આપ્યો હતો કે, ગુજરાતમાં ટેસ્ટની સંખ્યા ઘટી નથી, પહેલા તેઓ રજૂ કરેલા અંકડાઓનો સ્ત્રોત તપાસી લે, એ વાસ્તવિકતાથી દૂર છે. ટ્વિટની સાથે CM વિજય રૂપાણીએ એક ઇમેજ પણ મૂકી છે,જેમાં સાચા આંકડાઓ અપાયા છે.

CM વિજય રૂપાણી
સુરતમાં 23,928 થયા, જે મિલિયન દીઠ 3479 છે, વડોદરામાં 6731 થયા, જે મિલિયન દીઠ 2048 છે. ગુજરાતમાં કુલ 1,27,859 ટેસ્ટ્સ થયાં, જે મિલિયન દીઠ 1943 છે. જ્યારે સમગ્ર ભારતમાં કુલ 20,39,952 ટેસ્ટ્સ થયા છે. જેની સરેરાશ દસ લાખ વ્યક્તિ દીઠ 1478 છે.
આમ, ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ ઘટયા હોવાના કોંગ્રેસના દાવાનું ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખંડન કર્યું હતું.