ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું," રાજ્ય સરકારે રથયાત્રા યોજવા પૂરો પ્રયાસ કર્યો" - રથાયાત્રા થઈ રદ્દ

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથ મંદિરની 143મી રથયાત્રા યોજાઈ છે. પરંતુ કોરોના વાઈરસની મહામારીના કારણે જ્યારે સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાની સૌથી મોટી પુરીથી નીકળતી રથયાત્રા રદ કરી હતી અને બાદમાં અમુક નિયમો સાથે પરમિશન આપી હતી. તેને જોતા ગુજરાત હાઈકોર્ટમાં પણ રથયાત્રાને લઈને પરમિશન મળશે તેવી આશા સરકાર અને નાગરિકોએ રાખી રહ્યા હતા.પરંતુ તે આશા ઠગારી નીવડી હતી અને છેવટે રથને મંદિરમાં જ ફેરવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

By

Published : Jun 23, 2020, 9:46 AM IST

અમદાવાદઃ ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રણાલી પ્રમાણે પહિંદ વિધિ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રથયાત્રા યોજવા પોતાની રીતે તમામ પ્રયાસ કર્યા હતા. પરંતુ હવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, હાઈકોર્ટના ચુકાદાનો આદર કરવો જ રહ્યો. અમદાવાદના ઈતિહાસમાં સૌપ્રથમ વખત એવું હશે કે રથયાત્રા મંદિરની બહાર નહીં નીકળે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે,"સરકારે રથયાત્રા કાઢવા પૂરો પ્રયાસ કર્યો"
રથયાત્રા

ABOUT THE AUTHOR

...view details