આ બેઠકમાં ખાસ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વનું પ્રવાસન કેન્દ્ર બન્યું છે, ત્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ રેલવે માર્ગે પહોંચવા માટે તેમને કનેક્ટીવિટી મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને પિયુષ ગોયલને જણાવ્યું હતું કે, આ રેલ્વે લાઈન માટેની જમીન સંપાદનની કામગીરી પૂરી કરવામાં આવી છે. કેવડિયામાં રેલવે સ્ટેશનનું કામ પણ પુર ઝડપે કરવામાં આવશે.
CM રૂપાણી અને કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલ વચ્ચે બેઠક યોજાઈ - સ્ટેચ્યુ ઓફ યુનિટી
અમદાવાદ: કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પિયુષ ગોયલ સાથે બેઠક યોજી હતી. જેમાં રેલવે સેવાના વિસ્તૃતીકરણ અને રેલવે દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલ વચ્ચે બેઠક યોજાઇ
પિયુષ ગોયલે વિજય રૂપાણી સાથે ગાંધીનગરમાં ભારત સરકારના સહયોગથી રેલ્વે સ્ટેશન પર ફાઈવ સ્ટાર હોટલ અને ગાંધીનગર રેલવે સ્ટેશનના આધુનિકરણની ચાલી રહેલી કામગીરી પર પણ ચર્ચા કરી હતી. રેલવે દ્વારા ગેજ કન્વર્ઝન અને ડબલીંગ ઓફ રેલવે લાઈનના કર્યો અંગે રેલવે પ્રધાન સાથે ચર્ચા કરી હતી.