અમદાવાદમાં CM વિજય રુપાણીએ 150 કરોડની સ્પેસ ગેલેરીનું કર્યુ ખાતમુહૂર્ત
અમદાવાદ: જિલ્લાની સાયન્સ સીટી ખાતે આજથી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટ-2019નો પ્રારંભ થયો છે. જેનું આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટ ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં રાજ્યભરના બાળકો અવનવા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન દ્વારા સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત સાયન્સ સીટી ખાતે 150 કરોડના ખર્ચે સ્પેસ સાયન્સ લાયબ્રેરીનું ખાત મુહૂર્ત વિજય રૂપાણીએ કર્યું હતું.
અમદાવાદમાં CM વિજય રુપાણીએ 150 કરોડની સ્પેસ ગેલેરીનું કર્યુ ખાતમુહૂર્ત
સાયન્સ સીટી ખાતે ટૂંક જ સમયમાં એસ્ટનોમી અને સોએસ સાયન્સ ગેલેરી શરૂ થવાની છે. જેનું ખાત મુહૂર્ત રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન સાથે રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમ પણ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને સ્ટાર્ટઅપ અને ટેક્નોલોજી સમીટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. જે આગામી 14 ડિસેમ્બર સુધી ચાલશે અને જેમાં રાજ્યના અનેક વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ ઇનોવેશનમાં પોતાનું યોગદાન આપી ભાગ લેશે.