કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે ગોલ્ડન કટાર ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સામાન્ય નાગરિકો પણ આવ્યા હતા, ત્યારે વીર જવાનોને કાર્યક્રમમાં આવેલી સામાજીક કાર્યકર્તા બહેનોએ તિલક લગાવીને રાખડી બાંધી હતી. બહેનોએ રાખડી બાંધીને ભાઈ પાસે દેશની સુરક્ષા માટેની પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં CM વિજય રુપાણીએ હાજરી આપી હતી.
કારગિલ વિજય દિવસે સેનાના જવાનોને બહેનોએ બાંધી રાખડી, CM રુપાણી રહ્યા હાજર - CM વિજય રુપાણી
અમદાવાદ: આમ તો સામાન્ય રીતે બહેનો રક્ષા બંધનના દિવસે જ ભાઈઓને રાખડી બાંધતી હોય છે, પરંતુ કારગિલ વિજય દિવસ નિમિત્તે શાહીબાગ ખાતેના આર્મી કેન્ટોનમેન્ટ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સેનાના અધિકારીઓ તથા જવાનો હાજર રહ્યા હતા. જેમને કેટલીક સામાજીક કાર્યકર બહેનોએ તિલક લગાવી રાખડી બાંધી હતી. જેમાં CM વિજય રુપાણીએ હાજરી આપી હતી.
ahmedabad
સેનાના જવાનો સરહદ ઉપર દિવસ રાત સલામતી માટે કામ કરતા હોય છે, ત્યારે કારગિલ વિજય દિવસ નિમિત્તે સેનાના જવાન ભાઈઓને કેટલીક બહેનોએ રાખડી બાંધીને દેશની સુરક્ષા તથા જવાન ભાઈઓ પણ સરહદ પર સુરક્ષિત રહે તે ઉદેશથી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગ ખૂબ જ ઉત્સાહ પૂર્વક નાગરિકો અને જવાનોએ ઉજવ્યો હતો.