ગુજરાત

gujarat

ETV Bharat / state

NRC અને CAA ને સમર્થન આપતા મુખ્યપ્રધાન રૂપાણીએ સભા સંબોધી - ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ: CAA અને NRC કાયદાનો અનેક જગ્યાએ વિરોધ ચાલી રહ્યો છે તો કેટલીક જગ્યાએ સમર્થન પણ મળ્યું છે ત્યારે મંગળવારે ગુજરાતમાં તમામ રાજ્ય કક્ષાના પ્રધાનોએ રાજ્યના અલગ અલગ જિલ્લામાં CAA અને NRCને સમર્થન આપતી રેલી યોજી હતી અને લોકોને સમજણ આપી હતી. ત્યારે અમદાવાદમાં CM રૂપાણીએ સમર્થન આપી લોકોને સંબોધ્યા હતા.

અમદાવાદ
etv bharat

By

Published : Dec 25, 2019, 5:29 AM IST

અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં લોકો CAA અને NRCને સમર્થન આપતી રેલી યોજી હતી. નાગરિક સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, આગેવાનો, કાર્યકરો જોડાયા હતા ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ભાજપના હોદ્દેદારો, સંસદ સભ્યો, ધારાસભ્યો, મેયર અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. તમામ લોકોએ ભારત માતાકી જય સાથે કાયદાને સમર્થન આપીને ભારતનો ઝંડો લહેરાવ્યો હતો.

મુખ્યપ્રધાન રૂપાણીએ સભા સંબોધી

રાજ્યના મુખ્યપ્રધાને લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદીના 70 વર્ષ બાદ મોદી અને શાહ દ્વારા નાગરિકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. કાયદાનો વિરોધ કરવા લોકોને કોંગ્રેસ ઉશ્કેરે છે. સરકારના તમામ નિર્ણયોનો કોંગ્રેસ વિરોધ કરે છે. કોંગ્રેસની દેશની શાંતિ અને એકતા સાથે રમત રમે છે. મોદી સરકાર આવ્યા બાદ જ તમામ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દ્વારા હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવે છે. ભારતમાં હિંદુઓને નાગરિકત્વ મળી રહે તે માટે અને ઘૂસણખોરો દેશ બહાર હાંકી કાઢવા નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details