ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીજીએ સ્થાપેલી બહેરા-મુંગાની શાળામાં CM રૂપાણીએ હસ્તે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ - ahmedabad news today

અમદાવાદ: ગાંધીજીની 150મી જન્મ જ્યંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ ખાતેની બહેરા-મૂંગાની શાળામાં પણ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે ગાંધીજીની પ્રતિમાનું મુખ્યપ્રધાન વિજય રૂપનીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ શાળાની શરૂઆત ગાંધીજી દ્વારા જ કરવામાં આવી હતી.

etv bharat, ahmedabad
etv bharat

By

Published : Nov 26, 2019, 1:45 PM IST

અમદાવાદ શહેરના આશ્રમ રોડ ખાતે 111 વર્ષ જૂની બહેરા-મૂંગાની શાળા આવેલી છે. જેની શરૂઆત મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. ગાંધીજીની 150મી જન્મ જ્યંતીની ઉજવણીના ભાગ રૂપે શાળામાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના પ્રધાન ઈશ્વર પરમાર, મેયર બીજલ પટેલ, સંસ્થાના ટ્રસ્ટી તથા મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મૂંગા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા તરછોડાયેલા અને પીડિત લોકો માટે કર્યો કરવામાં આવે છે. ગાંધીજી દ્વારા સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો હતો. ઉપરાંત ખેડૂતો અંગે સીએમએ જણાવ્યું હતું કે, પાકવીમાં કંપનીઓ પાર સરકાર દ્વારા દબાણ કરવામાં આવશે. જેથી ખેડૂતોને જલ્દીથી સહાય મળે અને RTGS માટેની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details