રોટરી ક્લબમાં 5800 સભ્ય છે જે સ્વેચ્છાએ સેવા કરે છે. ભારતમાં રોટરી ક્લબને 100 વર્ષ પૂર્ણ કર્યા છે. જે છેલ્લા કેટલાય વર્ષોથી પોલિયો નાબૂદી, શાંતિ સલામતી, રોગોના નિદાન અને સારવાર, સ્વચ્છતા, પાણી, માતા તેમજ બાળ આરોગ્ય, શિક્ષણ અને સામાજિક-આર્થિક વિકાસ જેવા મુખ્ય ઉદેશો કાર્ય કરે છે.
અમદાવાદ રોટરી ક્લબના એન્યુઅલ કોન્ફોરેન્સ વિરાસતના કાર્યક્રમમાં CM રૂપાણીએ ભાગ લીધો - Ahmedabad Rotary Club's Annual Conference Heritage Program
અમદાવાદઃ શહેરના GMDC ખાતે આવેલાં ગુજરાત કન્વેનશન હૉલ ખાતે રોટરી ક્લબ દ્વારા એન્યુઅલ કોંફેરેન્સ વિરાસતનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ દ્વારા થતાં કાર્યોમાં સરકાર મદદ કરતી હોવાનું CM રૂપાણીએ જણાવ્યું હતું.
Ahmedabad
હાલ, રોટરી ક્લબ સાક્ષરતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ત્યારે રોટરી કલ્બના એન્યુઝલ કોન્ફોરેન્સ વિરાસતનું CM દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે રોટરી ક્લબ જરૂરી સરકારી સહાય આપવા જણાવ્યું હતું.