ગુજરાત

gujarat

ETV Bharat / state

15 ઓગસ્ટ પહેલા 'સૌની ફેઝ-2'ના કામ પૂર્ણ કરવા CM રૂપાણીની તંત્રને સૂચના - સૌની ફેઝ યોજના

ઉનાળાની સિઝનમાં સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે લોકો વલખાં મારતા હોય છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રમાં પાણીની કોઈ અછત ન સર્જાય તે માટે તંત્રને સૂચના આપી છે કે, 15 ઓગસ્ટ પહેલા 'સૌની ફેઝ 2' યોજનાના કામો પૂર્ણ કરવામાં આવે.

15 ઓગસ્ટ
15 ઓગસ્ટ

By

Published : Jun 9, 2020, 9:44 PM IST

ગાંધીનગર: ઉનાળાની સિઝનમાં સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે લોકો વલખાં મારતા હોય છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રમાં પાણીની કોઈ અછત ન સર્જાય તે માટે તંત્રને સૂચના આપી છે કે, 15 ઓગસ્ટ પહેલા 'સૌની ફેઝ 2' યોજનાના કામો પૂર્ણ કરવામાં આવે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદા જળથી તૃપ્ત કરનારી ‘સૌની’ યોજનાના ફેઝ-2ના કામો આગામી સ્વાતંત્ર્ય દિવસ 15 ઓગસ્ટ પહેલાં સંપૂર્ણત: પૂરા કરી દેવા રાજ્યના જળસંપત્તિ વિભાગને સૂચનાઓ આપી છે. જેમાં ‘સૌની’ યોજનાના કાર્યોની પ્રગતિની સમીક્ષા વરિષ્ઠ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજીને કરી હતી.

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, નર્મદાના જળ કચ્છ-સૌરાષ્ટ્રમાં પહોંચાડીને આ વિસ્તારોના 115 જળાશયો નર્મદા જળથી ભરીને 11 જિલ્લાના 737 ગામો તથા 31 શહેરોને સિંચાઇ અને પીવા માટે પાણી આપવાની ઇજનેરી કૌશલ્યયુકત આ એક મહત્વપૂર્ણ યોજના છે.

આ યોજનાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ જતાં 16 ડેમમાં પાણી આપી શકાય છે અને હવે બીજા તબક્કામાં 541 કિલોમીટર પાઇપ લાઇન કામોથી 57 જળાશયો ભરવાની કામગીરી પણ પૂર્ણતાને આરે છે.

બીજા તબક્કાની ચારેય લીંકની બધી જ કામગીરી 15 ઓગસ્ટ 2020 સુધીમાં પૂર્ણ કરવાના સમયબદ્ધ આયોજન સાથે વિભાગ કાર્યરત રહે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક એવા જળાશયો-નાના ડેમ છે જે બ્રિટીશરોના સમયથી નહિવત જળવાળા કે ખાલી જેવા પડ્યા છે તેવા આ સૌની યોજનાના વિવિધ તબક્કાઓ સાથે જોડાયેલા જળાશયોમાં પણ નર્મદા જળ સત્વરે પહોંચાડવાની કાર્યવાહી થાય તે જરૂરી છે.

સૌની યોજનાના ત્રીજા તબક્કાની ફેઝ-3ની કામગીરીની વિશદ છણાવટ કરતાં કહ્યું કે, ત્રીજા તબક્કામાં ત્રણ લીંક દ્વારા 457 કિ.મી.ની પાઇપલાઇનથી 42 જળાશયો ડેમ ભરવાના થાય છે તે કામગીરી પણ માર્ચ-2021 સુધીમાં એટલે કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂરી થાય તેવું આયોજન વિભાગ કરે.

આ ત્રીજા તબક્કામાં 63 ટકા એટલે કે 288 કિ.મીટરના પાઇપ મેન્યૂફેકચર કામો પૂરાં થયા છે તેની વિગતો પણ સીએમ રૂપાણીએ પ્રેઝન્ટેશનમાંથી મેળવી હતી.

ABOUT THE AUTHOR

...view details