ગુજરાત

gujarat

ETV Bharat / state

સીએમ ડેસ્કબોર્ડથી રૂપાણીએ સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું - corona cases in ahemdabad

રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ કોરોનાની ઝપેટમાં આવી ગયું છે. દરરોજ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અનેક ફરિયાદો કરી રહ્યા છે, તેને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સીએમ ડેસ્કબોર્ડથી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ 19 હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું.

સીએમ ડેસ્કબોર્ડથી સીએમ રૂપાણીએ સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું
સીએમ ડેસ્કબોર્ડથી સીએમ રૂપાણીએ સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું

By

Published : May 21, 2020, 7:36 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યના કોઈપણ ખૂણામાં શું ચાલી રહ્યું છે, તેને જોવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડેસ્કબોર્ડ બનાવ્યું છે. જેમાં કેમેરાના માધ્યમથી સીએમ તમામ પરિસ્થિતિનો તાગ મેળવી શકે છે. તેવી જ રીતે હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે રીતે ફરિયાદો ઉદ્ભવી રહી છે. તેને લઈને સરકારની છબી પર પણ અસર થઇ રહી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે સીએમ ડેસ્કબોર્ડના માધ્યમથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ 19 હોસ્પિટલનું ગાંધીનગરથી નિરીક્ષણ કર્યું હતું. સાથે જ તમામ માહિતી પ્રાપ્ત કરી હતી.

સીએમ ડેસ્કબોર્ડથી સીએમ રૂપાણીએ સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું

આમ હવે જે રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર કોરોના વાઈરસના દર્દીઓને તેમના સગા સંબંધીઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના અને સીએમ ડેસ્ક બોર્ડના માધ્યમથી પોતે જ સર્વેલન્સ કરીને તમામ સમસ્યાનો હલ કરવાના પ્રયત્નો પણ શરૂ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details