ગુજરાત

gujarat

ETV Bharat / state

જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રસે ઈટાલીયન ચશ્મા ઉતારીને ભારતીય ચશ્માથી જોવાનું રાખવું જોઈએ

અમદાવાદમાં વિક્રમ સારાભાઈ નૅશનલ ઈનોવેશન સેન્ટરના ઇનોવેટર્સ ( Vikram Sarabhai National Children Innovation Centre )સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નતાશા શર્માએ કરેલા ટ્વિટ (Natasha Sharma Tweet)મામલે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રસે ઈટાલીયન ચશ્મા ઉતારીને ભારતીય ચશ્માથી જોવાનું રાખવું જોઈએ
જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રસે ઈટાલીયન ચશ્મા ઉતારીને ભારતીય ચશ્માથી જોવાનું રાખવું જોઈએ

By

Published : Aug 10, 2022, 8:50 PM IST

અમદાવાદવિક્રમ સારાભાઈ નૅશનલ ઈનોવેશન સેન્ટરના ઇનોવેટર્સ ( Vikram Sarabhai National Children Innovation Centre )સાથે સીએમ દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો. તેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ (Gujarat Congress)મહિલાના સોસીયલ મીડિયાના ઇન્ચાર્જ નતાશા શર્માએ કરેલા ટ્વિટ (Natasha Sharma Tweet)મામલે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

ટ્વિટ અંગે જીતુ વાઘાણીએ પલટવાર

કોંગ્રેસ ગુજરાતને બદનામ કરેઆ મામલે જીતુ વાઘાણીએ કહ્યું કે ખેલાડીઓ કોઈ પણ રમતમાં ભાગ લે એ આપણા દેશના ગૌરવની વાત છે. તેમજ કોંગ્રેસ ખેલાડીઓનું અપમાન કરે છે. માત્ર ગમે તેમ બોલવું એ કોંગ્રેસની આદત છે ખેલાડીઓ અને યુવાનો કોંગ્રેસને જવાબ આપશે. તેમજ કોંગ્રેસની હલકી માનસિકતાને હું વખોડું છું તેમજ ગુજરાત ભાજપને ચૂંટે છે એટલે કોંગ્રેસ ગુજરાતને બદનામ કરે છે.

આ પણ વાંચોબેન્ક લૂંટવામાં ગુજરાત ગોલ્ડ મેડાલિસ્ટ : દિલ્હી કોંગ્રેસના મહિલા નેતા દ્વારા અપમાન

કોંગ્રેસ દ્વારા તેમને ઠપકો આપવામાં આવ્યોઆ મામલે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ કહ્યું કે તમામ ગુજરાત ના ખેલાડીઓ જે રમવા જાય છે તેમને ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રેમથી આવકારીએ છે તેમનો વ્યક્તિગત લખાણ લખું તેના માટે માફી માંગી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેમને ઠપકો પણ આપવામાં આવ્યો છે તેમજ નતાશા શર્માએ બધાની માફી પણ માંગી છે.

આ પણ વાંચોપશુ દાણચોરી કૌભાંડ: CBIએ TMC નેતા અનુવ્રતને પ્રોડક્શન માટે મોકલી નોટિસ

ખેલાડીઓને રાજકીય બાબતમાં ન જોડવાત્યારે હવે ખેલાડીઓ મામલે પણ રાજકીય પાર્ટીઓ એકબીજા પર આક્ષેપો કરી રહી છે. ત્યારે દરેક પાર્ટીના નેતાઓ ખેલાડીઓ મામલે એકબીજાની પાર્ટી પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે હવે નેતાઓએ એટલું તો સમજવું જોઈએ કે ખેલાડીઓને રાજકીય બાબતમાં ન જોડવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details